Dakshin Gujarat

ભરૂચ: સાયખાની કંપનીમાં રિએક્ટરની સફાઈ વેળા ગેસ ગૂંગળામણમાં એકનું મોત

ભરૂચ: (Bharuch) વાગરાના સાયખા કેમિકલ ઝોન (Chemical Zone) સ્થિત વિઆન કેમઝોન કંપનીમાં (Company) પ્રોડક્શન પ્લાન્ટના રિએક્ટરમાં સાફસફાઈ કરવા ઊતરેલા ૨૦ વર્ષના કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદારને ગેસ લાગતાં તે બેહોશ (Unconscious) થઈ ગયો હતો. આથી તેને વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો.

  • સાયખાની કંપનીમાં રિએક્ટરની સફાઈ વેળા ગેસ ગૂંગળામણમાં એકનું મોત
  • વિઆન કેમઝોન કંપનીમાં પ્રોડક્શન પ્લાન્ટના રિએક્ટરમાં બે કામદાર સફાઈ કરવા ઊતર્યા હતા
  • અન્ય એક કામદારની સ્થિતિ ગંભીર જણાતા વાગરા રેફરલમાંથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦ વર્ષીય સોનુકુમાર ગયાપ્રસાદ યાદવ નિત્યક્રમ અનુસાર ગત શુક્રવારે સાંજે કામ પતાવી કંપનીના રિએક્ટરમાં સાફસફાઈ અર્થે રિએક્ટરમાં ઊતર્યા હતા. જ્યાં તેમને ગેસ લાગતાં મોત નીપજ્યું હતું. જ્યારે જયદીપભાઈ જયંતીભાઈ રૈયાણી તથા પ્રવીણકુમાર યાદવ કંપનીમાં રિએક્ટરની સાફસફાઈ કરતા હતા. એ દરમિયાન રિએક્ટરમાંથી ગેસની ગંધ લાગતાં પ્રવીણકુમાર બેભાન થઈ ગયા હતા.

જયદીપભાઈ રૈયાણીને પણ ગેસની અસર થતાં પ્રથમ તેમને વાગરા રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ એપેક્ષ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top