National

બીએસએફએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ટનલ શોધી, 10 દિવસમાં આ બીજી

પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા બીએસએફએ મોટી સફળતા મેળવી હતી. બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે, બીએસએફએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા નિર્મિત બીજી 150 મીટરની ભૂગર્ભ ટનલ શોધી કાઢી હતી.

જ્યાંથી આતંકવાદીએ ઘૂસવાની શક્યતા હતી. છેલ્લા 10 દિવસમાં બીએસએફએ મળેલી આ બીજી ટનલ છે. પ્રજાસત્તાક દિવસ પહેલા પાનસર વિસ્તારની ટનલથી ઘૂસણખોરીના પ્રયાસની સંભાવના વિશે ગુપ્તચર એજન્સીની માહિતી બાદ એન્ટિ ટનલ ઝુંબેશ વધુ તીવ્ર કરવામાં આવી હતી.

આ ગુપ્ત ટનલ ચોક્કસ મહિના આધારે હિરાનગર સેક્ટરના સીમા ચોકી (બીઓપી) પાંસર વિસ્તારમાં એક એન્ટિ ટનલિંગ ઓપરેશન દરમિયાન વહેલી સવારે મળી આવી હતી. આ ટનલ સાંબા અને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરની પાસે છેલ્લા છ મહિનામાં ચોથી અને ગત દાયકામાં 10મી ટનલ છે. આ ટનલ લગભગ 150 મીટર લાંબી, 25થી 30 ફૂટ ઊંડી અને ત્રણ ફૂટ વ્યાસ ધરાવે છે. આ ટનલ જૂની હોય તેવી લાગે છે. જેમાં, પાકિસ્તાની ચિહ્નો અને બંદૂકની થેલીઓ પણ મળી આવી છે.

આ ટનલ એન્જિનિયરિંગના પ્રયત્નોથી બનાવવામાં આવી હતી અને તેના નિર્માણમાં નિષ્ણાત શામેલ હશે. જમ્મુ બીએસએફના વડાએ કહ્યું કે, આવા પ્રકારનું બાંધકામ પાકિસ્તાની વહીવટના સપોર્ટ વિના શક્ય નથી.

ગુપ્તચર માહિતીના જવાબમાં તેમણે કહ્યું હતું કે, શકરગઢની સામેના લોંચિંગ પેડમાં ત્રણથી ચાર આતંકવાદીઓની હાજરી છે. જે ચૂપચાપ ભારતમાં ઘૂસીને પ્રજાસત્તાક દિવસે આતંક ફેલાવશે. તેમણે કહ્યું કે, આ લોંચ પેડલગભગ 3થી 4 કિ.મી દૂર છે. અમારી પાસે તે અંગેની જાણકારી છે કે ને અમે શતર્ક છીએ. શાકરગઢ અને સિયાલકોટની વચ્ચે પાકિસ્તાની બાજુમાં પાંચથી છ લોંચિંગ પેડ્સ છે. જે ઘણા સંવેદનશીલ છે. કારણ કે ત્યાં (જમ્મુ-પાઠકોટ) હાઇવે ખૂબ નજીક છે. આ અગાઉ 13 જાન્યુઆરીએ બોબિયાં ગામમાં 150 મીટર લાંબી ટનલ મળી આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top