Dakshin Gujarat

થર્ટી ફસ્ટ પહેલા જ વલસાડમાં એટલા દારૂડિયા પકડાયા કે પોલીસે બસ બોલાવી પડી

વલસાડ: નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો આતુર બન્યા છે. આ વચ્ચે વલસાડ (Valsad) માં થર્ટી ફર્સ્ટ પહેલા જ દારુ પીધેલા લોકો પકડાયા છે. દારુ પીધેલા (drunkard) લોકો 20 કે 30 નહિ પણ 900થી પણ વધુ લોકો પકડાયા છે. થર્ટી ફર્સ્ટ પહેલા જ વલસાડ પોલીસે દારૂડિયાઓને પકડવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં પોલીસે ચેકિંગ દરમિયાન 916 દારુ પીધેલા લોકોને પકડી પાડ્યા હતા. થર્ટી ફર્સ્ટ પહેલા જ આટલા દારૂડિયા પકડાતા લોકો ફફડાટ ફેલાઈ ગયો હતો. આ તમામ લોકોને પકડવા માટે પોલીસની સરકારી વાન પણ ઓછી પડી હતી.

થર્ટી ફર્સ્ટ પહેલા જ પોલીસે ઘડ્યો હતો એક્શન પ્લાન
થર્ટી ફર્સ્ટ પહેલા દારૂડિયાને પકડાવા માટેવલસાડ પોલીસે એક્શન પ્લાન ઘડ્યો હતો. આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 39 અન્ય ચેકપોસ્ટ બનાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે ચેકિંગ દરમિયાન પોલીસે 916 દારુ પીધેલા લોકોને ઝડપી પાડ્યા હતા. આ લોકો દમણ અને દાદરા અને નગર-હવેલી ખાતે દારૂની મહેફિલ માણીને ઘરે પરત આવી હતા. આ દરમિયાન પોલીસે ચેકિંગ કરતા આ તમામ લોકો ઝડપાઈ ગયા હતા. દારૂડિયાઓને છોડાવવા માટે પરિવારજનોની પોલીસે મથકમાં દોડધામ શરુ થઇ ગઈ હતી. પોલીસે તમામ નશાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂડિયાઓ માટે મેરેજ હોલ ભાડે રખાયો
આટલી સંખ્યામાં દારૂડિયાઓ ઝડપાતા તેઓને પોલીસ મથકમાં લઇ જવા માટે સરકાર ગાડીઓ પણ ખૂટી પડી હતી. જેથી આ તમામ લોકોને પોલીસ મથકે લઇ જવા માટે ખાનગી ખાનગી બસ ભાડે રાખવી પડી હતી. તેમજ આ તમામ લોકોને રાખવા માટે સ્પેશિયલ મેરેજ હોલ ભાડે રાખવો પડ્યો હતો. દારૂના નશામાં પકડાયેલા લોકો સામે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ જવાનો અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દારૂ પી છાંકટા બનનારા સાવધાન : પોલીસનો એક્શન પ્લાન તૈયાર
થર્ટી ફસ્ટની ઉજવણી લોકો જોરશોરથી કરશે, ત્યારે વલસાડ જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં 37 ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દારૂ પી છાંકટા બનીને પરત ફરનારાઓને 40 થી વધુ બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટ કર્યા બાદ તેઓને જેલમાં ધકેલી દેવામાં આવશે. જોકે ગયા વર્ષે 1400થી વધુ પીધ્ધડો પકડાયા હતા.

Most Popular

To Top