Dakshin Gujarat

બારડોલીના આફવા ઇસરોલી રોડ ઉપર બે બાઈક સામ સામે ભટકાતા એકનું મોત : બે ગંભીર

સુરત: બારડોલીના આફવા ઇસરોલી રોડ ઉપર બે બાઇક સામસામે ભટકાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.

આદિલ (સંબધી) એ જણાવ્યું હતું કે મોહમદ સાહિલ શોકત અન્સારી (ઉ.વ. 22) બનારસનો રહેવાસી હતો. બે ભાઈ અને બે બહેનોમાં પહેલા નંબરનો દીકરો હતો. માતા-પિતા અને પરિવારને છોડી ત્રણ મહિના પહેલા સુરત બારડોલી કામ શીખવા આવ્યો હતો. JCB પર હેલ્પર તરીકે કામ કરતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર ની રાત્રે સાહિલ JCB ના ડ્રાઇવર કમલેશ યાદવ સાથે બાઇક ઉપર સવાર થઈ બારડોલીથી અલ્લુ બોરીયા ગામ આવી રહ્યા હતા. ત્યારે અચાનક આફવા-ઇસરોલી નજીક પેટ્રોલ પમ્પ પાસે સામેથી આવતી બાઇક સાથે અથડાતા બન્ને ને ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ લઈ આવતા સાહિલ ને મૃત જાહેર કરાયો હતો. જ્યારે કમલેશ ને દાખલ કરાયો છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

Most Popular

To Top