Gujarat

અમરનાથ યાત્રામાં ફસાયેલા ગુજરાતના લોકોનું રેસ્કયું કરાયું, 19 લોકોનો આબાદ બચાવ

ગાંધીનગર : ખરાબ હવામાનના (Bad weather) કારણે અમરનાથ (Amarnath) યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેમાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતનાં 30 લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોમાં સુરતનાં 10 જ્યારે વડોદરાનાં 20 લોકોનો સમાવેશ થતો હતો. ત્યારે આજે સવારે 19 લોકોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે.

અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ત્રણ દિવસથી ખરાબ વતાવરણના કારણે ફસાયા હતા. જેમાંથી 30 યાત્રાળુઓમાં 10 સુરતના જ્યારે 20 વડોદરાના હોવાનું સામે આવ્યું હતું. ભારે વરસાદના કારણે ભીના કપડાં, ભીના ગાદલાં અને ભીના ટેન્ટ સાથે -2 ડિગ્રી ઠંડીમાં ત્રણ દિવસથી ફસાયેલા ગુજરાતીઓની તબિયત પણ બગડી રહી હતી. આ ગુજરાતીઓએ એક વીડિયો વાયરલ કરી ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી હતી. આ વીડિયો સામે આવતા જ સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે વાતાવરણમાં ઉધાડ આવતા તમામને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કરવામાં આવશે પરંતુ આજે રવિવારે ગુજરાત સરકાર દ્વારા 19 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.

હેલિકોપ્ટર અને રેસ્ક્યૂ ટીમે પ્રયાસો કર્યા
અમરનાથની યાત્રાએ ગયેલા યાત્રાળુઓ કે જેઓ ફસાઈ ગયા હતા તે તમામની ઝડપથી મદદ કરવા માટે હેલિકોપ્ટર અને રેસ્ક્યૂ ટીમે પ્રયાસો કર્યા હતા. પરંતુ ખરાબ વાતાવરણને કારણે તે તેમની મદદ કરી શકી ન હતી. તે લોકોનું જ્યાં સુધી રેસ્ક્યું ન થાય ત્યાં સુધી કેમ્પ પર તમામ પ્રકારની સહાય મળી રહે તે માટે તેઓ ત્યાંનાં પ્રશાસન સાથે સતત સંપર્કમાં હતા.

આજે સવારે તે લોકોનું રસ્ક્યું કરી લેવામાં આવ્યું છે
બાબા બર્ફીલાના દર્શન કરવા ગયેલા ગુજરાતના લોકો કે જેઓ અમરનાથમાં ફસાઈ ગયા હતા તેમનું સવારે રસ્ક્યું કરી લેવામાં આવ્યું છે. જેમાં કુલ 19 લોકોનું રેસ્ક્યું કરાયુ છે. ફસાયેલા આ લોકોમાં રિનાબેન અને હિતેશભાઇ ઘારિયા, ક્રિષ્ના અને તેજસ દોહીવાલા, અશ્મિ અને દિપેશ ચેવલી, પિનલ અને નિશાન કાચીવાલા, જ્યોતિ અને સમીપ કાપડિયા, મીતા અને જનક દોહીવાલા, ભૂમિકા અને લક્ષ્મીનારાયણ ચોક્સી, દિપ્તી કબૂતરવાલા, પાયલ અને વિશાલ કટારીવાલા, નિલેશ અને ખૂશ્બુ જરીવાલાને કેમ્પમાંથી રેસ્ક્યૂ કરી લેવાયા છે. તે લોકો હાલ સૌ સલામત અને સ્વસ્થ છે. તેમજ આ તમામ સુરત પરત ફરશે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખે યાત્રીઓનું રેસ્ક્યૂ કરવા વિનંતી કરી છે તો ગૃહરાજ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. તેવામાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ અમરનાથ યાત્રીનું રેસ્ક્યૂ કરાયું હોવાની માહિતી આપી હતી. શક્તિસિંહ ગોહિલની ટ્વિટ કરાયાના પોણા કલાકમાં જ સી આર પાટીલે ટ્વિટ કરીને અમરનાથ યાત્રીઓને ઉગારાયા હોવાની ટ્વિટ કરી હતી.

Most Popular

To Top