Sports

IND vs AUS ત્રીજી ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાની મુઠ્ઠીમાં મેચ, ત્રીજા દિવસ પછી ઓસ્ટ્રેલિયાની 197 રનની લીડ

ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટના ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં બે વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાએ ભારત પર 197 રનની લીડ મેળવી લીધી છે. પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 338 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં સ્ટીવ સ્મિથ 29 અને માર્નસ લાબુશેન 47 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વર્નર (13) અને વિલ પુકોવસ્કી (10) ની વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ ઝડપી છે.

ઓસ્ટ્રેલિયા માટે સફળ ત્રીજો દિવસ
ટીમ ઇન્ડિયાએ ત્રીજા દિવસની શરૂઆત 2 વિકેટના નુકસાન પર 96 રન સાથે કરી હતી. લંચ સેશનના અંત સુધીમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા. લંચ સેશનમાં ટીમ ઈન્ડિયાએ રહાણે અને વિહારીની જ માત્ર વિકેટ ગુમાવી હતી.પરંતુ લંચ સેશન બાદ ઓસ્ટ્રેલિયાએ શાનદાર રમત દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓને 64 રનની અંદર પેવેલિયન મોકલી દીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ભારત તરફથી ત્રણ ખેલાડી રન આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યા હતા.

ભારતીય ટીમના ત્રણ બેટ્સમેન રન આઉટ
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સના 338 રનના જવાબમાં ભારતીય ટીમ 244 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે મહત્તમ ચાર વિકેટ લીધી હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ઇનિંગ્સમાં ત્રણ ભારતીય બેટ્સમેન રન આઉટ થયા હતા. પુજારાએ ટીમ ઈન્ડિયા તરફથી 50 રન બનાવ્યા હતા. પંત 36 અને જાડેજા 28 રનનું યોગદાન આપી શક્યા. જોકે બેટિંગ દરમિયાન પંત અને જાડેજા બંનેને ઈજા થઈ છે અને આ મેચમાં તેમને વધુ રમવાનું મુશ્કેલ બની ગયું છે.

“રવિન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠામાં ઇજા થઈ હતી,” બીસીસીઆઈ
ભારતના સિનિયર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠામાં ઇજા થઈ છે અને તે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં પણ બોલિંગ કરવામાં અસમર્થ છે. જાડેજાના અંગૂઠાને સ્કેન કરવામાં આવશે. તેને ગ્લોવસ પર મિશેલ સ્ટાર્કના શોર્ટ બોલથી ફટકો પડ્યો હતો, જેની સારવાર તરત કરવામાં આવી. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “રવિન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠાની ઇજા થઈ હતી, તેમને સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા. ” બીજી ઇનિંગ્સ માટે ટીમ મેદાન પર ઉતર્યા પછી પણ, સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. તેમના અંગુઠામાં મોટો સોજો થઈ ગયો હતો અને ફિઝિયોએ તેને થોડું વ્યવસ્થિત રીતે બાંધી દીધો હતો. તેણે થોડા બોલ ફેંક્યા પણ પછી તે વધુ બોલિંગ કરી શક્યો નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top