Sports

Asian Games 2023: ભારતે મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું

એશિયન ગેમ્સ 2023ની (Asian Games 2023) મહિલા ક્રિકેટ (Womens Cricket) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 19 રને જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યા છે. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે જ આવ્યા હતા. આ પહેલા ભારતે શૂટિંગમાં (Shooting) ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મંધાનાએ આ મેચમાં 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. રોડ્રિગ્ઝે છેલ્લી કેટલીક ઓવરોમાં ઝડપી બેટિંગ કરી અને 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

આજે 19મી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ફાઇનલમાં શ્રીલંકા સામે મુકાબલો થયો હતો. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાએ બીજી સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બાંગ્લાદેશની ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 117 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી.

ભારતને એર રાઈફલમાં મળ્યો ગોલ્ડ
બીજી તરફ પુરુષોની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગતમાં ભારતે ગોલ્ડ જીત્યો છે. શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે અન્ય બે લોકો સાથે ટીમ ઈવેન્ટમાં ભારતને પ્રથમ એશિયન ગેમ્સ સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. તેણે પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ દિવ્યાંશ સિંહ પંવાર, રુદ્રાંક્ષ પાટીલ અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરની ત્રિપુટીએ 2023 એશિયન ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક અપાવ્યો. 1893.7 પોઈન્ટના સ્કોર સાથે તેઓએ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ટીમ માટે હાલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

Most Popular

To Top