Charchapatra

આર્ટિફિશ્યલ મૂન

ચંદ્રનો જન્મ 4-5 બિલિયન વર્ષો પહેલાં થયો હતો. પૃથ્વીથી ચંદ્ર 238900 માઇલ દૂર છે. એની સુંદરતા અને શીતળતા અદ્‌ભૂત છે. વિજ્ઞાન, અત્યંત તેજ ગતિથી આગળ વધી રહયું છે. એટલે હવે આર્ટિફિશ્યલ મુન બનાવવાની ચીને તૈયારી કરી દીધી છે.

આ આર્ટિફિશ્યલ મુન એક એવો પ્રોજેકટ છે જેમાન માનવ નિર્મિત ઉપગ્રહની મદદથી એવો પ્રકાશ ઉભરી થશે જે સમગ્ર વિસ્તારને અજવાળુ આપશે. જયારે રાત્રીના સમયે અંધારુ હોય ત્યારે વીજ ઉપકરણના બદલે આ આર્ટિફિશ્યલ મુનના પ્રકાશથી તે વિસ્તારને પ્રકાશિત કરી શકાશે.

આઠ ગણો પ્રકાશ મેળવવા માટે આઠ ગણો પ્રકાશ આર્ટિફિશ્યલ ચંદ્ર પર પહોંચવો જરૂરી છે. આના માટે સૌર શકિતનો ઉપયોગ કરીને આર્ટિફિશ્યલ ચંદ્ર (સપુટનીક) સુધી લાઇટ પહોંચતી કરી એને આપમેળે પ્રકાશિત કરવાની યોજના છે.

છેલ્લા 30 વર્ષથી ચીનના ચેંગડુ નામના શહેરમાં આ પ્રોજેકટ પર કાર્ય થઇ રહયું છે અને આ પ્રોજેકટના વડા વુ ચેન્ગ ફેંગ છે. ફેંગ કહે છે કે આ આર્ટિફિશ્યલ મુનથી એટલો પ્રકાશ ઉત્પન્ન થશે કે કોઇ શહેરમાં રાત્રે સ્ટ્રીટ લાઇટની જરૂર પડશે નહિ.

આનાથી મોટા પ્રમાણમાં વીજ યુનિટ બચી જશે અને કરોડો રૂપિયાનો વીજ ખર્ચ બચાવી શકાશે. વાસ્તવિક ચંદ્ર 384472 કિ.મી. દૂરથી પૃથ્વીને પ્રકાશિત કરે છે. આ સેટેલાઇટની (આર્ટિફિશ્યલ મુન) 500 કિ.મી. ઉપરની ભ્રમણકક્ષા છે, જેના પર તે આંટા મારશે. આમ અંતર ઘણું ઓછુ હોવાને કારણે એનો પ્રકાશ પૃથ્વી પર ઘણો જ વધારે પડશે. ચીનના કહેવા મુજબ તેઓ આઠ ગણો પ્રકાશિત ચંદ્ર બનાવી રહયા છે.

આર્ટિફિશ્યલ મૂન મૂળ તો રશિયાનો કોન્સેપ્ટ હતો. પણ કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે કરોડો રૂપિયાનો આ પ્રોજેકટ અટકી પડયો. પણ હવે રશિયાએ ચીનને પછાડવા માટે આ પ્રોજેકટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોઇએ છીએ કે આ આર્ટિફિશ્યલ ચંદ્ર પહેલું કોણ બનાવે છે. રશિયા કે ચીન! વિજ્ઞાન માનવજાતને ભવિષ્યમાં કયાં લઇ જશે!

યુ.એસ.એ. – ડો. કિરીટ એન. ડુમસિયા  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top