Dakshin Gujarat

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના લીધે જમીન ગુમાવનાર અંકલેશ્વરના ખેડૂતોએ વળતર માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા

ભરૂચ(Bharuch) : એક્સપ્રેસ વે ભરૂચથી વડોદરાનો (BharuchVadodaraExpressWay) માર્ગ લોકસભા ચુંટણી (Loksabha Election) પહેલા ચાલુ કરી દેવાયો છે. કમનસીબે અંકલેશ્વર (Ankleshwar) તેમજ હાંસોટ (Hansot) તાલુકાની કઠિત જમીન સંપાદન (Land acquisition) વિવાદ ઉભા થતા છેલ્લા 2 વર્ષથી કામગીરી ખોરંભે પડી છે.

  • વળતરનો પ્રશ્ન હલ ન થાય તો લોકસભા ચુંટણીનો બહિષ્કારની ચીમકી
  • અંકલેશ્વર, હાંસોટ સુધી એક્સપ્રેસ વેની કામગીરી ખોરંભે
  • 667માંથી 168 અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર સ્વીકારી લીધું હોવાનો NHAIનો મત

આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતો (Farmers) વલસાડ, નવસારી તેમજ પાડોશી સુરત જિલ્લાને મળેલું વળતર જેટલું વળતર આપવા માંગ કરી રહ્યા છે. જે પ્રકરણમાં જિલ્લામાં આર્બિટ્રેટર તરીકે કલેકટરે જમીનના એવોર્ડ જાહેર કર્યા છે પણ આ ભાવને ખેડૂતોએ ડિસ્ટ્રીકટ કોર્ટમાં પડકાર્યો હતો.

એકસપ્રેસ હાઇવે માટે જિલ્લાના 32 ગામની 1348 સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાનું નકકી કરાયું છે. આર્બિટ્રેશન હેઠળ આવરી લેવાયેલાં ખેડૂત ખાતેદારોની સંખ્યા 667 જેટલી છે. જો કે નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી મળતી માહિતી અનુસાર 667માંથી 168 ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે જયારે 215 અસરગ્રસ્ત ખેડૂતના કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યાં છે.

ટકાવારીમાં વાત કરવામાં આવે તો 25.18 ટકા ખેડૂતોએ વળતર સ્વીકારી લીધું છે જયારે 32 ટકા ખેડૂતોએ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આપવામાં આવેલાં વળતર જેટલી રકમની માંગ સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. અંકલેશ્વર, હાંસોટ ઉપરાંત આમોદ તાલુકામાંથી પણ ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરીટીએ આપેલાં વળતરના મુદ્દે કોર્ટમાં લઇ ગયાં છે.

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતોએ યોગ્ય વળતર નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. 13 જેટલા ગામોના કેસ કોર્ટમાં ચાલી રહ્યાં છે. પુનગામ, શક્કરપોર, દીવા, કુકરવાડા, દહેગામ, હિંગલોટ, મનુબર, કંથારીયા, થામ, દેરોલ, દયાદરા, કેલોદ, તેલોદ, સુઠોદરા,સીમરથા, કુરચણ સહિતના ગામના ખેડૂતોના કેસ સિવિલ અથવા તો હાઇકોર્ટમાં ગયા છે.

અંકલેશ્વર, હાંસોટ અને આમોદ તાલુકામાંથી પણ અસરગ્રસ્ત ખેડોતોએ નેશનલ હાઈવે ઓથોરીટીએ આપેલા વળતરની સામે કોર્ટમાં ઘા કર્યો છે. લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે યોગ્ય વળતર નહિ મળે તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી દીધી છે.

ગામોમાંથી કોર્ટનો દ્વાર ખખડાવનાર ખેડૂતોનો આંકડો

ગામોખાતેદારોકોર્ટમાં પહોચેલા
ઘોડાદરા 5123
ઉટીયાદરા5404
કરમાલી4803
અડોલ5803
ત્રાલસા3422
કારેલાં7503
દોરા7466
દાંડા5047
માતર4741
વાંટા0502

Most Popular

To Top