National

દિલ્હી એરપોર્ટ પર લંડનથી આવનારા મુસાફરો નવી ગાઇડલાઇનથી હેરાન, કર્યો હોબાળો

નવી દિલ્હી (New Delhi): યુકેમાં કોરોનાની વકરેલી પરિસિથિતિ વચ્ચે પણ ભારતે 7 જાન્યુઆરીથી યુકેથી આવતી ફલાઇટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કેન્દ્રના આ નિર્ણયને લઇને તેની ટીકા પણ થઇ છે. જો કે દિલ્હી એરપોર્ટના સંચાલકોએ શુક્રવારે સાંજે ટ્વીટ કરીને બ્રિટનથી આવતા પ્રવાસીઓના કોરોના પરીક્ષણ અને આઇસોલેશન નિયમો અંગેના સૂચનો સ્પષ્ટ કર્યા હતા.

આ નિયમો મુજબ યુકેથી ભારત ઉતરનાર દરેક યાત્રીએ પોતાની સાથે ફલાઇટમાં બેસવા પહેલાના 72 કલાક પહેલા કઢાવેલો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ તો સાથે જ રાખવો જ પડશે, એ સિવાય 8-30 જાન્યુઆરી વચ્ચે યુકેથી ભારત આવનાર દરેક યાત્રીએ એરપોર્ટ પર પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો જ પડશે, એમ ભારત સરકારે કહ્યુ છે. સાથે જ કેન્દ્રની નવી ગાઇડલાઇન મુજબ યુકેથી આવનાર દરેક યાત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ભારત ઉતર્યા પછી 14 દિવસ ક્વૉરન્ટાઇન (quarantine) રહેવુ પડશે. આ સિવાય દરેક યાત્રીઓએ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ સંસ્થાકીય આઇસોલેશન વોર્ડમાં રહેવુ પડશે.

https://twitter.com/HarpritTakkar/status/1347446176363106307

યુકેથી આવેલા યાત્રીઓ માટે નવા નિયમો અનુસાર દરેક યાત્રીએ એરપોર્ટ પર તેમના RT-PCR રિપોર્ટ માટે 10 કલાક જેટલી રાહ જોવી પડશે. કેન્દ્નના આવા આકરા નિયમોને લઇને દિલ્હી એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લંડનથી આવેલા 250 જેટલા યાત્રીઓ એરપોર્ટ પર ઉતર્યા પછી રોષે ભરાયા હતા. અને તેમણે કહ્યુ હતુ કે આ નિયમો વધુ પડતા જ આકરા છે. શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓ અને સ્ટાફ વચ્ચે થતી તકરારનો વિડીયો વાયરલ થયો હતો.

શુક્રવારે કલાકોથી દિલ્હી એરપોર્ટ પર અટવાયેલા બ્રિટિશ મુસાફરોમાંના એક સૌરવ દત્તાએ કહ્યું, અહીં સંપૂર્ણ અરાજકતા છે, અમે એક લાઉન્જમાં અંદર છીએ અને બહાર ઘણા સુરક્ષાકર્મીઓ છે. અમે પાંજરાપોળમાં હોઇએ એવુ વર્તન કરાઇ રહ્યુ છે. હોટલો પણ અમને ક્વોરેન્ટાઇનની ઓફર કરી રહી છે. અગાઉ આવી કોઈ ગાઇડલાઇન નહોતી.’.

યુકે PM બોરિસ જ્હોનસને (Boris Johnson) પણ યુકેમાં કોરોનાની વકરતી સ્થિતિ જોઇને 72મા પ્રજાસત્તાક દિને ભારત આવવાની ના પાડી દીધી છે. બીજી બાજુ ભારતના ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ (Civil Aviation Minister Hardeep Puri) જાહેરાત કરી છે કે 23 જાન્યુઆરી સુધી ભારતમાં દર અઠવાડિયે યુકેથી આવતી 15 ફલાઇટ્સ જ ઉતરશે. અને ભારતમાંથી પણ દર અઠવાડિયે લંડન ફક્ત 15 ફલાઇટ્સ જ જશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top