Sports

ભારતમાં નીરજે ગોલ્ડ જીતીને તો પોલેન્ડની આ ભાલા ફેંકે બાળક માટે મેડલ વેચીને દિલ જીતી લીધું

વારસો : પોલેન્ડ (Poland)ની ભાલા ફેંક (Javelin thrower) એથ્લેટ મારિયા આન્દ્રેજિકે (Andrejczyk) એક 8 મહિનાના બાળકની હાર્ટ સર્જરી (heart surgery) માટે પોતાના સિલ્વર મેડલ (silver medal)ની હરાજી કરીને તેના માટે રૂ. અઢી કરોડથી વધુની રકમ એકત્ર કરી આપી હતી. મારિયાએ આ સિલ્વર મેડલ હાલમાં જ સંપન્ન થયેલા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં જીત્યો હતો.

આ બાળકની સર્જરી માટે 2,80,000 પાઉન્ડ અર્થાત અંદાજે રૂ. 2.86 કરોડની જરૂરિયાત છે, જેની સામે મારિયાએ પોતાના સિલ્વર મેડલની હરાજીથી 2,50,000 પાઉન્ડ અર્થાત રૂ. અઢી કરોડથી વધુની રકમ એકત્ર કરી હતી. મારિયા 2016ના રિયો ઓલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહી હતી અને તે પછી તે બોન કેન્સરની બિમારીથી પિડાતી હતી. જો કે 2018માં બોન કેન્સરની બિમારીને હરાવીને મારિયાએ ટ્રેક પર વાપસી કરી હતી અને ટોક્યોમાં તેણે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આ મેડલ જીત્યા પછી કોઇ અજાણ્યાની મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે આ પહેલું ફંડ રાઇઝર હતું. તે જેના માટે ફંડ ભેગું કરી રહી છે તેની અમેરિકાની સ્ટેનફોર્ડ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી થવાની છે. મારિયાએ સોમવારે કહ્યું હતું કે પોલેન્ડની સ્ટોર જાબકાએ મેડલની બોલી લગાવીને તેને રકમ ચુકવી મેડલ લઇ લીધો હતો.

મારિયાએ લગભગ એક અઠવાડિયા પહેલા ફેસબુક પર આની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, ‘મેં તેના વિશે ઘણું વિચાર્યું, આ મારો પહેલો ભંડોળ એકત્ર કરનાર હતો અને હું જાણું છું કે તે યોગ્ય નિર્ણય હતો. તેણીએ કહ્યું હતું કે તે હરાજી માટે ખાનગી સંદેશામાં બિડ સ્વીકારશે. મેડલ માટે ખરીદનાર મળ્યા બાદ મારિયાએ આ હરાજી બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે ઝબાકા નામની કંપની અંતિમ દાતા છે. આ માટે, મારિયાએ કહ્યું કે તે ઝાબાકાની આભારી રહેશે. તમને જણાવી દઈએ કે, તેમની આ પોસ્ટને સમાચાર લખવામાં આવે ત્યાં સુધી 10 હજાર પ્રતિક્રિયાઓ અને 366 શેર મળ્યા છે.

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં પોલેન્ડની રમતવીર મારિયા આન્દ્રેજિકે બરછી ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, હવે તેણે એક નિર્દોષનો જીવ બચાવવા માટે તે મેડલની હરાજી કરી છે. મારિયાએ આ માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી, જેની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મારિયાએ ‘ટોક્યો ઓલિમ્પિક 2020’ માં 64.61 મીટર બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.

Most Popular

To Top