Top News

કરોડો ડોલર ખર્ચીને તાલીમ આપી, સાધનો આપ્યા, તેઓ જ લડવા ન માગતા હોય તો: બાઇડન

વૉશિંગ્ટન: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ (President) જૉ બાઇડને (Joe Biden) સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો કબજો ધારણા કરતા બહુ ઝડપથી થઈ ગયો પણ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો (Army)ને પાછા ખેંચવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. અફઘાનથી આવી રહેલી તસવીરોને એમણે અપ્રિય ગણાવી હતી પણ કહ્યું કે અમેરિકી દળોને પાછા ખેંચવાનો આનાથી સારો સમય ન હતો.

“હું મારા નિર્ણયને વળગી રહું છું. જોખમો વિશે અમે બહુ સ્પષ્ટ હતા. અમે દરેક આકસ્મિકતા માટે તૈયારી રાખી હતી. તેમણે અમેરિકાના ટેકાવાળી અફઘાન સરકારનો અને લશ્કરનો વાંક કાઢ્યો હતો. આપણી ધારણા કરતા આ વહેલું બન્યું પણ શું થયું? અફઘાનના રાજકીય નેતાઓ દેશ છોડી ભાગી ગયા. અફઘાનના દળો એમના માટે લડવા તૈયાર નથી એ યુદ્ધ માટે અમેરિકન સૈનિકોને મરવા દઇ શકાય નહીં. અફઘાન સૈન્ય લડ્યા વિના જ પડી ભાંગ્યું.” તેમણે કહ્યું કે કે આપણે લાખો કરોડો ડોલર ખર્ચીને એમને તાલીમ આપી, સાધનો આપ્યા, એમના પગાર ચૂકવ્યા. તાલિબાન પાસે હવાઇ દળ નથી છતાં આપણે તેમને ભાવિ માટે લડવાની ઇચ્છા શક્તિ ન આપી શક્યા. તેઓ જ લડવા ન માગતા હોય તો એક વર્ષ, વધુ એક વર્ષ, પાંચ કે વધુ 20 વર્ષ અમેરિકી સૈન્ય રહેતે તો કોઇ ફરક નહીં પડતે.

બાઇડેને પ્રતિપાદિત કર્યું કે અમેરિકાએ ભૂતકાળમાં કરેલી ભૂલોનું તેઓ પુનરાવર્તન નહીં કરે

અમેરિકન સેનાની વિદાય બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા પર કબ્જો જમાવી દીધો છે તો બીજી તરફ અફઘાન પ્રજાને તેમના હાલ પર છોડી દેવાની અમેરિકાની નીતિની ટીકાઓ પણ થઈ રહી છે. અમેરિકી મીડિયાએ પણ બાઇડેનને જવાબદાર ઠેરવ્યા હતા. આ પ્રકારના સંજોગોમાં અમેરિકન પ્રમુખ બાઈડને અમેરિકાને સોમવારે મોડી રાતે સંબોધિત કર્યુ હતુ અને પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેઓ કેમ્પ ડેવિડ રિસોર્ટથી વેકેશન ટૂંકાવીને વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. બાઈડને કહ્યુ હતુ કે, અમેરિકન સેવા એવુ યુધ્ધ લડી ના શકે જેમાં અફઘાનિસ્તાનની પોતાની સેના લડવા માટે અને મરવા માટે તૈયાર નથી. અમે 20 વર્ષ પહેલા બહુ સ્પષ્ટ લક્ષ્ય સાથે અફઘાનિસ્તાન ગયા હતા. અમેરિકા 2001ના હુમલાખોરોને પકડવા માંગતુ હતુ અને અલ કાયદા અફઘાનિસ્તાનને પોતાના બેઝ તરીકે ઉપયોગ ના કરે તે નિશ્ચિત કરવા માંગતુ હતુ.

તેમણે કહ્યું હતુ કે, જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે તે દુખદ છે અને એ વાતનો પૂરાવો છે કે, અમેરિકન સૈન્ય કોઈ પણ સંજોગોમાં સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાનનુ સર્જન કરી શકે તેમ નથી. અત્યારે જે થઈ રહ્યુ છે તે પંદર વર્ષ બાદ પણ થતે. મને ખબર છે કે, મારા નિર્ણયની ટીકા થવાની છે પણ હું બીજા રાષ્ટ્રપતિને આ જવાબદારી સોંપવાની જગ્યાએ આ ટીકાઓ સહન કરવા માટે તૈયાર છું.

Most Popular

To Top