Charchapatra

ધરાયેલા જ ધરાવાય તેનું ઉદાહરણ

અંબાણી પરિવારનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રિ વેડીંગ કાર્યક્રમમાં હજારો કરોડ અંબાણી પરિવારે ખર્ચ કર્યા અને કરોડોનાં ઘરેણાં અને કપડાં પહેરવાની વાતો પ્રિન્ટ મિડિયા અને સોશ્યલ મિડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. મૂકેશભાઈએ કોઈની ડીશમાંથી મરચાનું ભજીયું લઈ ખાધું તે પણ ખૂબ ચાલ્યું. આ પ્રિ વેડીંગ સેરેમનીમાં દુનિયા તાકાતવર વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવતાં, આવેલ મહેમાનો પણ જાય તેવાં ન હતાં, આમંત્રિત તમામ સપરિવાર આ લગ્નમાં મહાલ્યા જેઓનો સમય કલાકોની ગણતરીમાં કરીએ તો લાખો રૂપિયાની થાય તેવા મોંઘેરા મહેમાનો પધાર્યાં, તેઓએ પણ તેમને જ નહીં, પણ અંબાણી પરિવારને છાજે તેવી ભેટો ધરી, જેમ કે, ફેસ બૂકનો ચીફ એડીટર માર્ક ઝુકર બર્ગ દ્વારા પાણીમાં તરતો મહેલ આ જોડાને ભેટ ધર્યા જેની કિંમત 90 કરોડની થાય છે.

ગૂગલનો સીઈઓ સુંદર પચાય એક લકઝરી કાર ભેટ ધરી જેની કિંમત રૂ. 17 કરોડની થાય. માયક્રોસોફ્ટના ફાઉન્ડર બીલ ગેટ્સ માયામીમાં પ્રાઈવેટ આઈલેન્ડ ગીફ્ટ કર્યો જેની કિંમત રૂા.120 કરોડની થાય. પૂર્વ પ્રમુખ અમેરિકાના ડોલાન્ડ ટ્રમ્પની દીકરી બિઝનેસ વુમન ઈવાન્કા ટ્રમ્પે રૂ.3 કરોડની બ્લ્યુ ડાયમંડ રીંગ ભેટ ધરી તો ભૂતાનનાં રાજા-રાણીએ 90 લાખનો એક બ્લ્યુ ડાયમંડ નેકલેસ ભેટ ધર્યો. વર્લ્ડ ડિઝનીના ચીફ એક્ઝી. બોબ ઈગર એક બ્લ્યુ ડાયમંડ પીકોક ડિઝાઈનનું ભેટ ધર્યા જેની કિંમત 5 કરોડ રૂપિયા. શાંતનુ નારાયણ એડોબ કાુ.ના સીઈઓ રૂ.2.50 કરોડની કિંમતની કપલ વોચ ગીફ્ટ કરી. બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાઈન મોયનીહાનએ 16 કરોડની દૂબઈના પામ જૂમેરાહ સ્થિત એક લકઝરી વિલા ગીફ્ટ કરી. બીજા બેહિસાબ ભેટ-સોગાદો આવ્યા જ હશે, જે અંબાણી પરિવારને જોવાનો સમય પણ નહીં હોય તેથી કહેવત પડી હશે કે ધરાયેલાને જ ધરાવાય છે. ભૂખ્યો ફાંફાં મારે.
સુરત     – પરેશ ભાટિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શરીર ચાલતાં નથી તો પણ રાજકારણ છોડવું નથી
આપણા દેશમાં એક વખત સત્તાનો સ્વાદ ચાખ્યા પછી કોઇ એને છોડવા તૈયાર નથી. લાલુપ્રસાદ એનું જીવંત ઉદાહરણ છે. કરોડોના ગોટાળા કરી બે ચાર વાર જેલમાં ગયા પછી પણ પોતાને અનિવાર્ય રાજકારણી માને છે અને એમના પરિવારને જ બિહારના ઉત્તરાધિકારી માને છે. છેલ્લે એક સભામાં એમણે મોદીને પરોક્ષ રીતે નપુંસક કહ્યા કારણ મોદી લગ્ન કરી પોતાની પત્ની સાથે રહેતા નથી કે નથી બાળકો પેદા કર્યાં. પોતે ક્રિકેટ ઇલેવન એટલે કે અગિયાર સંતાન પેદા કરી પોતાને સાચા મર્દ અને હિંદુ સમજે છે એમણે તો એમ પણ કહ્યું કે મોદીએ માતાના મૃત્યુ પછી મુંડન પણ ન કરાવ્યું કારણ એ હિન્દુ નથી.

બિહારની અલ્પશિક્ષિત પ્રજા હજી પણ લાલુને પોતાના ઉધ્ધારક માને છે કારણ એમની સમજ જાતિવાદથી આગળ વધતી નથી. એવી જ રીતે શરદ પવાર પણ આ ઉંમરે રીટાયર થવા તૈયાર નથી. એ તો શારીરિક સમસ્યાને કારણે સરખું બોલી શકતા નથી. ચૂંટણી પંચે તો એમની પાર્ટીનું ચિહ્ન અજીત પવારને પાર્ટીના નેતા માની આપી દીધું તો પણ નવું નિશાન સ્વીકારી પોતાની પાર્ટી ચલાવવા માગે છે. હવે જરૂરી છે કે રાજકીય કારકીર્દિ માટે નવાં પરિમાણ આવે.
હૈદરાબાદ          – જીતેન્દ્ર શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top