Dakshin Gujarat

અંકલેશ્વરના દેસાઈ ફળિયામાં 200 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી

ભરૂચ: અંકલેશ્વરમાં (Ankleshwar) દેસાઈ ફળિયામાં (Desai Faliya) ૨૦૦ વર્ષ જૂનું પીપળાનું મોટું વૃક્ષ (tree) ધરાશાયી થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. મહાકાય પીપળાનું વૃક્ષ અચાનક મૂળમાંથી જ નીચે પડ્યું હતું. જેના કારણે આજુબાજુમાં ખુલ્લી જગ્યાને લઇ કોઈ જાનમાલને નુકસાન થયું ન હતું. આ ઘટના અંગે પાલિકાને જાણ કરાતાં તેમના દ્વારા આ વૃક્ષને હટાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.

વૃક્ષ ધરાશાયી થતાં લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ
મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જૂના અંકલેશ્વર તરીકે ઓળખાતા દેસાઈ ફળિયા વિસ્તારમાં 200 વર્ષ જૂનું પીપળાનું ઝાડ અચાનક ધરાશાયી થઇ ગયું હતું. અહીંના સ્થાનિક રહીશો દ્વારા પીપળાની જાળવણી માટે મંદિર સાથે તેનો આજુબાજુ ઓટલો બનાવાયો હતો. જેના પર બેસીને અહીંના સ્થાનિક લોકો તેની પૂજા પણ કરી રહ્યા હતા. ત્યારે ધાર્મિક આસ્થા સાથે લોકોના શુભ-અશુભ કે પછી સુખ-દુઃખના ભાગીદાર બનનાર વૃક્ષ ધરાશાયી થતાં લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી.

દેસાઈ ફળિયામાં 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું
અંકલેશ્વરના જુના અંકલેશ્વર તરીકે ઓળખાતા દેસાઈ ફળીયા વિસ્તારમાં લોકોની લાગણી અને લોકોના સુખ- દુઃખના સાથી બનેલા 200 વર્ષ જૂનું પીપળાનું ઝાડ અચાનક ધરાશાયી થઇ જવા પામ્યું છે. અંહિયાના સ્થાનિક રહીશો દ્વારા પીપળાની જાળવણી માટે મંદિર સાથે તેનો આજુબાજુ ઓટલો બનાવ્યો હતો. જેના પર બેસીને અહિંયાના સ્થાનિક લોકો તેની પૂજા પણ કરી રહ્યાં હતાં. ત્યારે ધાર્મિક આસ્થા સાથે લોકોના શુભ-અશુભ કે પછી સુખ-દુઃખના ભાગીદાર બનનાર વૃક્ષ ધરાશાયી થઇ જતા લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હતી. મહાકાય પીપળાના વૃક્ષ અચાનક મૂળમાંથી જ નીચે પડ્યું હતું. જેના કારણે આજુબાજુમાં ખુલ્લી જગ્યાને લઇ કોઈ જાનમાલને નુકસાન થયું ન હતું. આ ઘટના અંગે પાલિકાને જાણ કરવામાં આવતા તેમના દ્વારા આ વૃક્ષને હટાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.

કપલસાડીમાં પ્રદૂષિત પાણીથી ખેતીને નુકસાન
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના ખેડૂતોએ કઠિતપણે ઝઘડિયા જીઆઇડીસીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં આવતું હોવાથી તે બંધ કરાવવા હેતુ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. કપલસાડીના ખેડૂત અજમલખાન પઠાણ, બસીરખાન પઠાણ, સાહીન સમીર પઠાણ અને મહેમુદખાં મહમદખાં પઠાણ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ઝઘડિયા જીઆઇડીસીનાં કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેતરોમાં રહેલા પાકને મોટું નુકસાન થાય છે. આમાં જે કોઇ કસૂરવાર હોય તેમના પર કડક પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી હતી. જેની લેખિતમાં નકલ પ્રાંત અધિકારી ઝઘડિયા, GPCB અંકલેશ્વર, જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરી-ઝઘડિયાને સુપરત કરી છે.

Most Popular

To Top