World

અમેરિકામાં હુમલાખોરેએ શાળામાં ગોળીબાર કર્યો

નવી દિલ્હી: અમેરિકાની (America) એક સ્કૂલમાં (School) સોમવારની મોડી સાંજે ગોળીબાર (Firing) થયો હતો. જાણકારી મળી આવી છે કે આ ગોળીબારમાં 3 બાળકોના મોત (Death) થયા છે. ઉપરાંત આ આંકડો વધી પણ શકે છે. ટેનેસીના નેશવિલેની એક સ્કૂલમાં સોમવારે બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઘણા લોકો હુમલાખોરોની ઝપેટમાં આવી ગયા હતા. ઘણા લોકો માર્યા ગયા હતા અને ધણાં લોકો ઘાયલ થયા હતા.

નેશવિલે પોલીસે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે કોન્વેન્ટ સ્કૂલ કોવેનન્ટ પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ગોળીબારની ઘટના બની હતી. હુમલાખોરને MNPD (મેટ્રોપોલિટન નેશવિલ પોલીસ વિભાગ) દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો અને તેને ગોળી મારી દેવામાં આવી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top