World

કોલંબિયાના એમેઝોનના જંગલમાં પ્લેન ક્રેશ થયાના 40 દિવસ બાદ 4 બાળકો જીવતા મળી આવ્યા

કોલંબિયાના એમેઝોનના (Amazon) ગાઢ જંગલમાં (Forest) પ્લેન ક્રેશ બાદ ખોવાઈ ગયેલા એક નવજાત બાળક સહિત ચાર બાળકો 40 દિવસ બાદ સુરક્ષિત મળી આવ્યા છે. આ બાળકોને (Children) સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ચાર માસૂમ બાળકો જંગલમાં એકલા મળી આવ્યા હતા. આમાંથી એક બાળક (Child) માત્ર 11 મહિનાનો છે. એમેઝોન જેવા જંગલી જાનવરોથી ભરેલા ખતરનાક જંગલમાં (Jungle) કે જ્યાં દિવસે પણ અંધારૂ છવાયેલું હોય છે ત્યારે આટલા લાંબા સમય સુધી આ બાળકોનું જીવિત રહેવું એક ચમત્કાર (Miracle) માનવામાં આવે છે.

1 મેના રોજ 7 મુસાફરો સાથેનું સેસના 206 એરક્રાફ્ટ કોલંબિયાના એરસ્પેસમાં ક્રેશ થયું હતું. વિમાન અમેઝોનના જંગલમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ અને બાળકોની માતા સહિત 3 લોકોના મોત થયા હતા. વિમાનનો કાટમાળ દુર્ઘટનાના 16 દિવસ બાદ એટલે કે 16 મેના રોજ મળી આવ્યો હતો. અમને કાટમાળમાંથી પાયલોટ સહિત 3 મૃતદેહ મળ્યા હતા. આ મૃતદેહોમાંથી એક તે 4 બાળકોની માતા હતી. જોકે દુર્ઘટના બાદ ચારેય બાળકોની કોઈ ભાળ મળી ન હતી. કોલંબિયાની સરકાર અને સૈન્યએ બાળકોને શોધવા માટેની કામગીરી શરૂ કરી હતી. જોકે એમેઝોનના જંગલમાં 131 ફૂટ ઊંચા વૃક્ષો હોવાના કારણે સૈન્યને બચાવ અને સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

સૈન્યના વિમાનો અને હેલિકોપ્ટર બાળકોની શોધમાં જોડાયા હતા. સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી હતી. અભિયાન દરમિયાન જંગલમાંથી બાળકોનો સામાન મળી આવ્યો હતો. જેમાં કાતર, દૂધની બોટલ વગેરે જોવા મળ્યા હતા. ઘણી જગ્યાએ બાળકોના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. બાળકો પોતાના જીવિત હોવાનો કોઈ સંકેત આપે તે માટે સર્ચ દરમિયાન બાળકોની દાદીના અવાજમાં હેલિકોપ્ટરમાંથી રેકોર્ડેડ સંદેશ પણ વગાડવામાં આવ્યો હતો.

કોલંબિયાના એમેઝોનના જંગલમાં પ્લેન ક્રેશ થયાના 40 દિવસ બાદ 4 બાળકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જો કે આટલા દિવસો સુધી બાળકો કેવી રીતે બચી ગયા તેની માહિતી મળી શકી નથી. આટલા દિવસ સુધી આટલા ખતરનાક જંગલમાં એકલા બાળકોનું રહેવું કોઈ ચમત્કારથી ઓછું નથી. આ બધા બાળકો ભાઈ-બહેન છે. બાળકોની ઉંમર 13 વર્ષ, 9 વર્ષ, 4 અને 11 મહિના છે.

Most Popular

To Top