World

હવે ટ્વિટર યુઝર્સ કમાણી કરી શકશે, એલોન મસ્કે આપી મોટી ભેટ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે (Twitter) કોન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાની સારી તક આપી છે. જો તમે એક કોન્ટેન્ટ ક્રિએટર્સ (Content creators) છો અને તમારી પાસે વેરિફાઈડ (Verified) ટ્વીટર એકાઉન્ટ છે. તો તમને તમારી કોમેન્ટ બોક્સમાં દેખાતી જાહેરાતો માટે પૈસા મળશે. ટ્વિટર કંપનીના માલિક અને વિશ્વના પહેલા નંબરના સૌથી અમીર એલોન મસ્કે એક ટ્વિટ દ્વારા આ જાહેરાત કરી છે.

એલોન મસ્કે ગયા વર્ષે એટલે કે 2022ના અંતમાં ટ્વિટર કંપનીને ખરીદી હતી. ત્યારથી મસ્કે કંપનીના નિયમોમાં અનેક બદલાવ કર્યા છે. ત્યારે ફરી એક વાર એલોન મસ્કે એક મોટો ફેરફારની જાહેરાત કરી છે. એલોન મસ્કે એક ટ્વિટ કરીને જાહેર કર્યું કે X/Twitter થોડા અઠવાડિયામાં ક્રિએટર્સને તેમના કોમેન્ટ બોક્સમાં દેખાતી જાહેરાતો માટે પૈસા આપવાનું શરૂ કરશે. એલોન મસ્કે વધુ જણાવ્યું હતું કે ક્રિએટર્સને પ્રથમ તબક્કામાં કુલ 5 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે.

તામારૂ એકાઉન્ટ વેરિફાઈડ હોવું જરૂરી છે : એલોન મસ્કે
એલોન મસ્કે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે જો કોન્ટેન્ટ ક્રિએટર્સ આ સર્વિસનો લાભ લેવા માંગતા હોય તો તેમનું એકાઉન્ટ વેરિફાઈડ હોવું જરૂરી છે. આ સાથે મસ્કે એમ પણ કહ્યું હતું કે વેરિફાઈડ ટ્વિટર યુઝર્સને દેખાતી જાહેરાત કાઉન્ટ કરવામાં આવશે. જો કે મસ્કે આ વાતની અગાઉ પણ પોતાના ટ્વિટ કરી હતી.

વેરિફાઈડ એકાઉન્ટના બ્લુ ટિક પાછા લઈ લીધા હતા
એલોન મસ્કે થોડા સમય અગાઉ લિંડા યાકારીને ટ્વિટરના નવા સીઈઓ બનાવ્યા છે. લિંડા યાકારી પહેલા NBC યુનિવર્સલ માટે કામ કરતી હતી. ત્યાર પછી તે ટ્વિટરની નવી સીઈઓ બની હતી. ટ્વિટરે આ પહેલા ઘણા વેરિફાઈડ અેકાઉન્ટના બ્લુ ટિક પાછા ખેંચી લીધા હતા. ત્યારે એક જાહેેરાત પણ કરી હતી કે જો કોઈને બ્લુ ટિક પછી જોઈતી હોય તો તેના માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. કંપનીએ આ માટે અલગ-અલગ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરી હતી. જોકે થોડા સમય પછી કંપનીએ 10 લાખ ફોલોવર્સ ધરાવતા અકાઉન્ટ પર બ્લુ ટિક રિટર્ન કર્યા હતા. કંપનીએ ટ્વિટર બ્લુ યુઝર્સ માટે એક નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા ટ્વિટર બ્લુના સબ્સ્ક્રાઇબર્સ તેમની ટ્વિટ પોસ્ટ કર્યાના એક કલાક સુધી એડિટ કરી શકશે.

Most Popular

To Top