Gujarat

કોમનવેલ્થ માટે અમદાવાદ ચકાચક થશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ આગામી કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં લઈ વર્ષ 2026-27 માટે રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મનમાં કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં બેઝિક સર્વિસ, શહેરને સુંદર બનાવવા, હેરિટેજ સિટી, પ્રદૂષણમુક્ત સિટી, તેમજ ગવર્નન્સ સિટીઝન સેટ્રીક ફેસિલિટી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ પરિવહન ક્ષેત્રે 100 ટકા ઈલેક્ટ્રીક સર્વિસ માટે ખાસ જોગવાઈ કરાઈ છે.

અમદાવાદ મનપા દ્વારા ક્લાયમેન્ટ રેઝિલિયન્ટ સિટી એક્સન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનને સફળ અમલીકરણ માટે આ ડ્રાફ્ટ બજેટમાં સામેલ કરવામાં આવ્યું છે. વર્ષ 27-28 સુધીમાં મનપા દ્વારા અંદાજિત 310 મિલિયન યુનિટ એનર્જી સેવિંગ તથા રીન્યુએબલ એનર્જી જનરેશન થશે, અને અંદાજિત 3.5 લાખ ટન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

વોટર સપ્લાય ઇન્ફાસ્ટ્રક્ચરમાં નવા 15 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર માટે 474 કરોડ, સુએજ ટ્રીટમેન્ટના ચાર પ્લાન્ટ માટે 604 કરોડ, મોડલ ફાયર સ્ટેશન એક સાથે કુલ નવા 15 ફાયર સ્ટેશનનો ઉભા કરવા 420 કરોડ, ફાયર સાધનોની ખરીદી માટે 150 કરોડ, ફાયર મોટરસાયકલ ખરીદી માટે 1.50 કરોડ, હેલ્થ કેર સર્વિસીસ માટે નવા ચાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ત્રણ હયાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને અપગ્રેડ કરવા માટે 105 કરોડ, હોસ્પિટલોમાં મેડિકલ સાધનો માટે 48.26 કરોડ, સ્મશાન ગૃહોમાં એર પ્યોરિફિકેશન સિસ્ટમ (ચીમની) ઇન્સ્ટોલેશન માટે પાંચ કરોડ, 16 નવા બાગ બગીચા, તથા હયાત 26 બગીચાઓનું નવીનીકરણ પાછળ 452 કરોડ, મેટ્રો ગ્રીન કોરિડોર માટે 10 કરોડ, નર્સરી અપગ્રેડેશન માટે પાંચ કરોડ, ટ્રી ગાર્ડન ખરીદી માટે 3.50 કરોડ, ભદ્ર પ્લાઝા લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે 10 કરોડ, હેરિટેઝ ગેટ રીસ્ટોલેશન માટે 15 કરોડ, અમદાવાદ ટુરીઝમ સેલ માટે સાત કરોડ, શહેરમાં અંદાજિત 2૦૦ કિ.મી ના નવા રોડ બનાવવા માટે 700 કરોડ, ઓલિવેટેડ કોરિડોર માટે 1000 કરોડહ. જેમાં નેહરુનગર થી શિવરંજની થી રામદેવ નગર જંકશન થી ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર તેમજ બોપલ એસપી રીંગ રોડ થી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે.

આ ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદ શહેરમાં ત્રણ નવા ફ્લાય બ્રિજ માટે 225 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ત્રણ નવા ફ્લાય ઓવર બ્રિજમાં મેમકો જંકશન, ભક્તિ સર્કલ કઠવાડા જંકશન, ઔડા રીંગરોડ એક્રોસ અને સિલ્વર સ્ટાર જંકશન પર, આ ઉપરાંત હયાત સુભાષ બ્રિજનું નવીનીકરણ તથા બ્રિજની બંને બાજુએ નવા બે -બે લેન્ડ બ્રિજ માટે 272 કરોડ, બે રેલવે અંડરપ્રાસ બોપલ જલધારા સોસાયટી સામે પોપટલાલ દાણી ઉદ્યાનથી આયોજન નગર તરફ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Most Popular

To Top