Gujarat

અમદાવાદ: સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાઝ પઢાવવા મામલે ABVPએ શિક્ષકને ઢોર માર માર્યો

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (School) ઇદના તહેવાર નિમિત્તે સ્કૂલમાં નમાઝ (Namaz) પઢાવવા મામલે વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાઝ પઢાવતો વીડિયો (Video) વાયરલ થયા બાદ એબીવીપી અને અન્ય હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. VHP, બજરંગદળ સહિતના સંગઠનો સ્કૂલ ખાતે વિરોધ દર્શાવવા પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ ABVPના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાઝ પઢાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો છે. કાર્યકરોએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાને પગલે મામલો બિચક્યો છે.

  • અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાઝ પઢાવવા મામલે ABVPએ શિક્ષકને ઢોર માર માર્યો
  • એબીવીપી અને અન્ય હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો, શિક્ષકને શિક્ષકને માર મારવામાં આવ્યો
  • કોઈ બાળકને ફોર્સ કરવામાં આવ્યો નહોતો. ફક્ત માહિતી આપવાના હેતુથી આ કરવામાં આવ્યું હતું- પ્રિન્સીપાલ

અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાઝ અદા કરાવવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનોના સભ્યો સ્કૂલે પહોંચ્યાં હતાં. એબીવીપીના કાર્યકર્તાઓએ શિક્ષકને ઢોર માર માર્યો છે. ત્યારબાદ પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. સ્કૂલમાં મામલો બગડ્યો હતો અને ટોળાએ રામધૂન બોલાવી હતી. બીજી તરફ શિક્ષકને માર મારતા દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતા. VHP, બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના પ્રિન્સિપાલના રાજીનામાની માંગ કરાઈ રહી છે. ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાંજ ઘાટલોડિયા પીઆઇ અને પોલીસની ટીમ સ્કૂલે પહોંચી હતી.

સ્કૂલે માફી માંગી
આ ઘટના બાદ સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માંગી લીધી હતી, જેમાં જણાવ્યું હતું કે નમાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. કેલોરેક્ષ સ્કૂલ ભવિષ્યાં આવી ભૂલ કરશે નહીં.

દરેક તહેવારની ઉજવણી થાય છે- પ્રિન્સીપાલ
બીજી તરફ સ્કૂલના આચાર્ય નિરાલી ડગલીએ જણાવ્યું કે અમારી શાળામાં બધાજ તહેવારોની ઉજવણી થાય છે. સ્કૂલમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. હવે નવરાત્રીની પણ ઉજવણી કરવામાં આવનાર છે. અન્ય તહેવારની ઉજવણીની જેમ નમાઝનો કાર્યક્રમ પણ 2 મિનિટ માટે કરવામાં આવ્યો હતો. કોઈ બાળકને ફોર્સ કરવામાં આવ્યો નહોતો. વિદ્યાર્થીઓને ફક્ત માહિતી આપવાના હેતુથી આ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top