Gujarat

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યા

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના ડીસા અને મહેસાણામાં (Mehsana) નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર ઝુંબેશ શરૂ થઈ છે. આજે અમદાવાદ, મહેસાણા અને ડીસામાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યા હતા. જેને કારણે રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી તરફ મોદી હટાવો દેશ બચાવોના અમદાવાદમાં પોસ્ટરો ખતા પોલીસ લાગત આ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આમ આદમી પાર્ટી દ્વારા મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં વટવા, મણીનગર, વેજલપુર, ઠક્કરબાપાનગર, સરદારનગર સહિતના અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

અમદાવાદના અનેક વિસ્તારોમાં મોદી હટાવો દેશ બચાવવાના બેનર લાગવાથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવ્યા હશે તે અંગેની ચર્ચાનો દોર શરૂ થયો હતો. જો કે બીજી તરફ ભાજપ અને પોલીસ દ્વારા આ બેનર લગાવવા અંગે તપાસ શરૂ કરાઈ હતી.

દરમિયાનમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા આજે સમગ્ર દેશભરમાં મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટરો લગાવવાનો દેશ વ્યાપી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારે બેનરો લગાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ, ડીસા અને મહેસાણામાં બેનરો લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ અમદાવાદમાં બેનર લગાવવા બદલ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે કલમ 120 (બી) અને 427 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આમ પોલીસની આ કાર્યવાહીથી જ એ વાત સ્પષ્ટ થાય છે કે, લોકશાહી ખતરામાં છે. બંધારણે આપેલા કોઈપણ અધિકારો લાગુ પડતા નથી. પોલીસ ગમે ત્યારે ગમે તેને પકડી શકે છે, તેની સામે ગુનો દાખલ કરી શકે છે. તેથી જ જો બંધારણ અને લોકશાહીને બચાવવી હશે તો મોદી સરકારને હટાવવી પડશે.

Most Popular

To Top