Gujarat

આજે અમદાવાદમાં કલેકટર કચેરી સામે ગુજરાત કોંગ્રેસના દેખાવો-ધરણા

ગાંધીનગર: બોટાદના લઠ્ઠાંકાડના (Latthakand) મામલે ભાજપ (BJP) સરકારને ભીંસમાં લેવા માટે આવતીકાલે સવારે અમદાવાદમાં (Ahmedabad) કલેકટર કચેરી બહાર ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) સિનિયર નેતાઓ દ્વારા ધરણા-દેખાવો અને આંદોન કરવામાં આવનાર છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ મનીષ દોશીએ કહ્યું હતું કે બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ-લઠ્ઠાકાંડને કેમિકલકાંડ ખપાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપની સરકાર દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં બનેલ કેમિકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડે ભાજપ સરકાર – ગૃહ વિભાગની દારૂ બંધીની પોલ ખોલી નાખી છે.

બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના માનવસર્જીત ઘટના છે અને ભાજપ સરકાર જવાબદાર છે. ગુજરાતમાં બનેલ કેમિકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડને કારણે ૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂદ્ધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે ૧ કલાકે અમદાવાદમાં કલેકટર કચેરીની બહાર – સુભાષબ્રિજ, અમદાવાદ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં યોજાશે. જેમાં પ્રોહિબિશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આશીર્વાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારુબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે. આ તમામ મુદ્દાઓને ઉજાગર કરાશે.

Most Popular

To Top