National

દિલ્હી: નવા વર્ષ પહેલા મધર ડેરીએ ફરી દૂધના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

નવી દિલ્હી: કોરોનાના (Corona) કહેર વચ્ચે સામાન્ય લોકોને હવે મોંઘવારીનો () માર પડી રહ્યો છે. મધર ડેરીએ (Mother Dairy) દૂધના (Milk) ભાવમાં (Price) ફરી વધારો (Increased) કરવાનો જાહેરાત કરી છે. જેના અસર સામાન્ય લોકોના પર પડશે. મંગળવારથી મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ થશે. આ વર્ષે પાંચમી વાર મધર ડેરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ પણ મધર ડેરીએ બે રૂપિયા જેટલો વધારો કર્યો હતો ત્યારે હવે આવતી કાલ મંગળવારથી ફરી દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે આવતીકાલ એટલે કે મંગળવારથી મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ થશે. જો કે મધર ડેરીએ કહ્યું છે કે ગાયના દૂધ અને ટોકનાઇઝ્ડ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મધર ડેરીએ ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે દિલ્હી-એનસીઆર માર્કેટમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. મધર ડેરી મધર ડેરી દિલ્હી એનસીઆરમાં દરરોજ 30 લાખ લિટરથી વધુ દૂધ સપ્લાય કરે છે.

જાણો ફુલ ક્રીમ દૂધની કિંમત કેટલી થશે?
મધર ડેરીએ ફુલ ક્રીમ મિલ્કના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરીને 66 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે જ્યારે ટોન્ડ મિલ્કનો ભાવ 51 રૂપિયાથી વધારીને 53 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. ડબલ ટોન્ડ દૂધની કિંમત 45 રૂપિયાથી વધારીને 47 રૂપિયા કરવામાં આવી છે. મધર ડેરીએ ગાયના દૂધ અને ટોકન (બલ્ક વેન્ડેડ) દૂધના ભાવમાં વધારો કર્યો નથી. કંપનીએ કહ્યું કે ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ વધી ગયો છે. જેના કારણે ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં કાચા દૂધની ખરીદીના ભાવમાં લગભગ 24 ટકાનો વધારો થયો છે.

પાંચમી વખત ભાવ વધારો
મધર ડેરીએ ગયા મહિને એટલે કે નવેમ્બરમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. કંપનીએ દિલ્હી એનસીઆરમાં ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ભેંસના દૂધની કિંમતમાં રૂ. 2નો વધારો કર્યો હતો. જણાવી દઈએ કે મધર ડેરીએ આ વર્ષે અત્યાર સુધીમાં 5 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ છેલ્લે 21 નવેમ્બરે દૂધના ભાવમાં વધારો કર્યો હતો.

ત્યારબાદ દિલ્હી-એનસીઆર માર્કેટમાં ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ટોકન દૂધના ભાવમાં રૂ. 2નો વધારો થયો હતો. અગાઉ ઓક્ટોબરમાં મધર ડેરીએ દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના કેટલાક અન્ય બજારોમાં ફુલ ક્રીમ દૂધ અને ગાયના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2નો વધારો કર્યો હતો. મધર ડેરી, દિલ્હી-એનસીઆરમાં સૌથી મોટા દૂધ સપ્લાયર્સમાંની એક છે, તેના 9 પ્રોસેસિંગ પ્લાન્ટ છે. ડેરી પાસે સેંકડો દૂધ બૂથ તેમજ દિલ્હી-એનસીઆરમાં સફળ રિટેલ આઉટલેટ્સ છે.

છૂટક ફુગાવો દર
દૂધના સતત વધતા ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખી રહ્યા છે. જોકે નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર મહિનામાં રિટેલ ફુગાવાનો દર 5.88 ટકા હતો અને ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 4.67 ટકા થયો હતો.

Most Popular

To Top