Vadodara

30 કરોડના ખર્ચે વાઈન્ડિંગ બાદ શાસ્ત્રી બ્રિજની હાલત કથળી

વડોદરા : વધુ એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી કરાઈ રહી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.વડોદરા શહેરમાં 30 કરોડના ખર્ચે વાઈન્ડિંગ બાદ શાસ્ત્રી રેલ્વે ઓવર બ્રિજમાં ગાબડાં પડતા સામાજીક કાર્યકરે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2018 માં 30.39 કરોડના ખર્ચે શાસ્ત્રી રેલવે ઓવર બ્રિજ વાઈન્ડિંગ કરવામાં આવ્યું હતું.સાથે ઓવર બ્રિજ ના એપ્રોચ પાછળ 18 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

હાલમાં આ ઓવર બ્રિજ પર ત્રણથી ચાર મોટા મોટા ગાબડા પડી ગયા છે. ડામર નીકળી ગયો છે.નાની-નાની કાંકરીઓ પણ બહાર આવી ગઈ છે.  જ્યારે કોઈ વાહન પસાર થાય છે.ત્યારે અચાનક ખાડામાં પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે.ગાડી હંકારતી વખતે ડિવાઈડરમાં ના અથડાય તેની કાળજી રાખવી પડે છે. આ ખાડાના કારણે કોઈ  ડિવાઇડરમાં ભટકાશે, અકસ્માતે મૃત્યુ થશે કોઈ,જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે.ટૂંક સમય પહેલાં જ બનાવેલો આ ઓવરબ્રિજમા ગાબડાં પડી જતા હોય. ત્યારે આવા કોન્ટ્રાક્ટર સામે જવાબદાર અધિકારીઓ સામે વડોદરા મ્યુ.કમિશ્નર દ્વારા પગલા લેવા જોઈએ સાથે વડોદરાના મેયર,ચેરમેન અને વિપક્ષના નેતાએ આ ઓવર બ્રિજની તાત્કાલિક મુલાકાત લેવામાં આવે એવી સામાજીક કાર્યક્રર અતુલ ગામેચીએ માંગ માંગ કરી હતી.

Most Popular

To Top