Gujarat

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતાં ભાજપને કર્યા રામ રામ…

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Assembly Election) તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીનો સમય નજીક આવતા જ તમામ પાર્ટીઓ (Party) દ્વારા પોતોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ (Congress) સહિત ભાજપમાં (BJP) પણ ધારેલા ઉમેદવારોને ટિકિટ (Ticket) નહીં મળતા મન દુ:ખ થયા છે. ત્યારે વડોદરા જિલ્લામાં એક બેઠક અને ભાજપના બે પૂર્વ ધારાસભ્યોને ટિકિટ ન મળતા નારાજ થયા છે. આ વખતે ભાજપે અશ્વિન પટેને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વાધોડિયાછઈ 6 વખત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તાવની (Madhu Srivastav) ટિકિટ પણ કપાઈ ગઈ છે. આ વાતથી નારાજ મધુએ ભાજપનો સાથ છોડી દીધો છે.

વઘોડિયામાંથી ધારાસભ્યની ટિકિટ કપાઈ
નર્મદાના પડોશી વડોદરા જિલ્લામાં એક બેઠક અને ભાજપના બે પૂર્વ ધારાસભ્યો પણ ટિકિટ ન મળતા નારાજ છે. આ વખતે ભાજપે અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વાઘોડિયાથી છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી છે. આનાથી નારાજ મધુ શ્રીવાસ્તવે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે જો તેમના સમર્થકો ઈચ્છે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. વાઘોડિયા ઉપરાંત પાદરા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાને પણ ટિકિટ મળી ન હતી, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આ બેઠક પર હાલમાં કોંગ્રેસનો કબજો છે, અહીંથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે.

ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવે શું કહ્યું
છ-છ વાર ધારાસભ્ય તરીકે ટિકિટ લીધા બાગ ટિકિટ કપાઈ જતા નારાજ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારી ટિકિટ કપાતા મારા કાર્યકરો રોષે ભરાયા હતા. જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. બે દિવસમાં કાર્યકરો અને કમિટી નક્કી કરે તે પ્રમાણે હું નિર્ણય કરીશ. કાર્યકરો કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડીશ. હું આજે ભાજપને રામ રામ કહું છું.

7મી વાર ચૂંટણી લડવી હતી
આ અગાઉ મધુ શ્રીવાસ્તવે સાતમી વાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે પાર્ટી દ્વાકા દંબગ MLAને ટીકિટ ન આપતા તેઓ પાર્ટી પર ગુસ્સે થયા હતા. આ પહેલા તેમણે એક નિવેદન આપ્યું હતું કે આ વખતે હું નહીં મારી પત્ની ચૂંટણી લડશે, તેમનું આ નિવેદને જોર પક્ડયું હતું. જો કે આ વાત વધુ આગળ વધી જતા મીડિયા સમક્ષ આવી તેમણે જણાવ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પત્ની ચૂંટણી લડશે એ તો મજાક હતું. પરંતુ પાર્ટીએ તેમની ટિકિટ કાપી નાખતા રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ વિજયી બનતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. પરંતુ ભાજપે આ વખતે તેમને રિપીટ કર્યાં નહોતા.

Most Popular

To Top