Charchapatra

અડાજણ બસ ડેપો: ધોળો હાથી છે ?

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વિશાળ જગ્યા પર ફાઈવ સ્ટાર કક્ષાનું બસ ડેપો બનાવવામાં આવ્યાને વર્ષો થઈ ગયા. આવતા-જતા જોવા મળે છે કે તે ડેપોમાંથી માંડ-માંડ બસો આવતી જતી હોય છે. આટલું સરસ સગવડ ભરેલ મોકાની જગ્યા પર બનેલ આ અડાજણમાં બસ ડેપો તાત્કાલિક વિકસાવવાની જરૂર છે. આ ઉત્તમ સગવડ આ વિસ્તારના નાગરિકો માટે તૈયાર હોવા છતાં, તેના અપૂરતા વિકાસને કારણે અડાજણ-રાંદેર-પાલ-ભાઠા-જહાંગીરપૂરા-જહાંગીરાબાદ કે ઓલપાડ વિસ્તાર અને હજીરા વિસ્તારના લોકોને બહારગામ જવું હોય તો બસ ડેપોને શોભાના ગાંઠીયા ન બનાવતા ગુજરાતના તમામ મુખ્ય શહેરો અને અન્ય રાજ્યોમાં પણ બસો આ અડાજણ બસ ડેપોથી જ મળી રહે તે ખૂબ જ જરૂરી છે. આ વિસ્તારના લોકો સામાન્ય બસ ઉપરાંત વોલવો કક્ષાની બસોનો પણ ઉપયોગ કરી શકે તેવાં સક્ષમ હોય. રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર તાત્કાલિક આ ડેપોનો વિકાસ કરે અને આ વેસ્ટ ઝોન વિસ્તારના જરૂરિયાતમંદોને સુવિદ્યા પૂરી પાડે તે સમયની માંગ છે. જાગૃત નાગરિકો આ બાબતે અવાજ ઉઠાવે.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top