Comments

ભારતીય પક્ષપધ્ધતિનું અચ્યુતમ્‌!

ભારતીય અને વિદેશી વિદ્વાનોએ દલીલ કરી છે કે આપણી લોકશાહીનું આરોગ્ય કથળ્યું છે. આમ છતાં ભારતીય લોકશાહીની તાજેતરમાં થતી એક અવનતિનું એક પાસું ધ્યાન પર આવવાને પાત્ર છે એટલું ધ્યાન પર નથી આવ્યું. આ છે પક્ષ પદ્ધતિનું પતન. ખરેખર તો કોઇક રીતે જોઇએ તો વાણીસ્વાતંત્ર્ય પર પ્રહાર, સ્વાયત્ત સંસ્થાઓની સ્વાયત્તતા અવહેલના, ચૂંટણી ભંડોળમાં અપારદર્શિતા વગેરે કરતાં આ બાબત ભારતીય લોકશાહીના પતનનું વધારે કથન કરે છે. તામિલનાડના મુખ્ય પ્રધાને તેમના દીકરાને રાજયની કેબિનેટમાં તાજેતરમાં સામેલ કર્યો. યુવા વાચકોને આ વાત બહુ સામાન્ય લાગશે, પણ લાંબી યાદશકિતવાળાં વાચકોને દ્રવિડમુનેત્ર કઝગમના સ્થાપક આદર્શની વિરુધ્ધમાં આ લાગશે. વધુ વસ્તી ધરાવતા અને તેથી રાજકીય રીતે વધુ વગદાર ભારતના હિંદીભાષી પ્રદેશોની ઘેરી બનતી અસરની સામે તામિલ ઓળખ પ્રસ્થાપિત કરવાની લોકો ચળવળમાંથી દ્રવિડ મુનેત્રકઝગમનો જન્મ થયો. વિવિધ સંસ્કૃતિની સ્વાયત્તતા અને સ્વાભિમાનના સ્થાપન અને સંવર્ધન આ અને તેની મદદથી દ્રવિડ મુનેત્ર કળગમપક્ષે જ્ઞાતિ અને જાતિના મામલે ઉત્તરના વર્ચસ્વધારી કોંગ્રેસ કરતાં વધુ પ્રગતિકારક સ્થિતિ ગ્રહણ કરી.

1967થી એક વાર સત્તા ગ્રહણ કર્યા પછી આ પક્ષે આગળની સરકારો કરતાં વધુ કલ્યાણલક્ષી વહીવટ આપ્યો. તેણે પોતાને સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક સુધારાના પક્ષ તરીકે રજૂ કર્યો. પણ તે કૌટુંબિક પેઢી બનવાને નહોતો સર્જાયો અને કદી બન્યો પણ નહોત પણ તેના પ્રથમ મુખ્ય પ્રધાન સી.એન. અન્ના દુરાઇના નિધનને કારણે પરિસ્થિતિ યથાવત્ ન રહી. તેમના અનુગામી એમ. કરુણાનિધિએ દ્રવિડ મુનેત્રકઝગમને કૌટુંબિક પેઢી બનાવી અને એમ.કે. સ્તાલિનને પોતાના અનુગામી બનાવી દીધા અને પક્ષના સ્થાપકોએ નહીં ધારેલી દિશામાં આ તામિલ ગૌરવના પક્ષને લઇ ગયા. સગાવાદ ધરાવતો દ્રવિડ મુનેત્ર કઝગમ એક માત્ર પક્ષ નથી. અકાલી દલ પણ એ જ માર્ગે છે. બલ્કે એ બાબતમાં ચઢિયાતો છે. દા.ત. આ પક્ષનું મુખ્ય ધ્યેય પ્રચંડ શીખ ઓળખ માટે લડત આપી તેની રક્ષા કરવાનું હતું. પ્રકાશસિંહ બાદલની આગેવાની હેઠળને કૌટુંબિક પક્ષ બની ગયો છે.

શિવસેના અને તેલંગણા સ્વરૂપ સમિતિ જેવા અન્ય પક્ષો પણ એ જ માર્ગે જાય છે. સ્તાલિને જયારે તેમના દીકરા ઉદય નિધિને કેબિનેટમાં લીધો ત્યારે તેઓ ઉદ્ધવ ઠાકરે અને કે. ચંદ્રશેખર રાવે પ્રસ્થાપિત કરેલી પરંપરાથી પ્રોત્સાહિત થયા હતા. આ બંનેએ પોતે મુખ્યપ્રધાન હતા તે પ્રધાનમંડળમાં પોતાના દીકરાઓને કેબિનેટમાં સ્થાન આપ્યું હતું.
ઉત્તરભારતના પ્રાદેશિક પક્ષો સમાજવાદી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ અને રાષ્ટ્રીય લોકદળે પણ એ જ ધંધો કર્યો છે.
ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળના દેશના સૌથી જૂના અને લોકવાયકા બની ચૂકેલો પક્ષ કોંગ્રેસ પારિવારિક પેઢી ન બન્યો હોત તો આવું નહીં થાત. ભારતની આઝાદીની લડતમાં આટલી મહત્ત્વની ભૂમિકા ધરાવનાર પક્ષ કોંગ્રેસ આજે ફકત નામનું જ મહત્ત્વ ધરાવે છે.

અસલ કોંગ્રેસ અને આજના કોંગ્રેસ પક્ષ વચ્ચેની કદી નહીં પૂરી શકાય તેવી ખાઇ એ બે હકીકતો વચ્ચે છે કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીને ચાર દીકરા હતા. હરિલાલ, રામદાસ, દેવદાસ અને મણિલાલ. આ ચારે જણા સ્વાતંત્ર્યની લડતમાં જેલમાં ગયા હતા. એક વાર નહીં પણ અનેક વાર! તોય કોઇ સંસદસભ્ય નથી બન્યા. પ્રધાન થવાની તો વાત જ નથી. ગાંધીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીને તે સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ વિધિવત્ રાજકારણમાં પ્રવેશવાની દરખાસ્ત કરી. દેવદાસે કહ્યું કે હું અખબારના સંપાદક તરીકે બરાબર છું.

નેહરુએ દેવદાસને ભારતના રાજદૂત તરીકે સોવિયેત સંઘ જવાની દરખાસ્ત કરી. પછી કેન્દ્રના પ્રધાનમંડળમાં જોડાવા નિમંત્રણ આપ્યું. આ દરખાસ્ત સ્વીકારી લેવાથી કેવી ખોટી પ્રથા પડે તેનો વિચાર કરી દેવદાસે દરેક વખતે ના પાડી. તે મોહનદાસ ગાંધીનું સંતાન હતા. હવે ભારતના રાજકારણમાં આવું કયાં છે? અકાલી દળ અને તે પહેલાં કોંગ્રેસ સંજય, રાજીવ પછી પોતાના દીકરા રાહુલ સિવાયના કોંગ્રેસના નેતા તરીકે અન્ય કોઇને સ્વીકારવાનો સોનિયા ગાંધીનો ઇન્કાર હોય પછી વંશીય રાજકારણ વિકસે જ ને? ભારતના ઘણા ધંધામાં વંશવાદ ચાલે છે પણ આખરે તો તેમની સિધ્ધિ મહત્ત્વની બને છે.
રોહન ગાવસ્કરે પિતા જેટલું નામ ઉજાળ્યું? ચેતેશ્વર પૂજારા પોતાના પિતાને કારણે ક્રિકેટર બન્યો. અભિષેકનું નામ પિતાને કારણે ચાલ્યું પણ પિતા અમિતાભ જેટલી ઊંચાઇ પ્રાપ્ત કરી? રાજકારણનો વંશવાદ ખતરનાક છે કારણ કે તેની લોકો પર અસર પડે છે. રાજકીય પક્ષોનું કૌટુંબિક પેઢીમાં રૂપાંતર લોકશાહીની અવનતિ છે.

આમાં એક માત્ર નેતા દ્વારા રાજકીય પક્ષોનું અવમૂલ્યન ઉમેરાયું છે. ભારતીય જનતા પક્ષ મોદીની ચૂડમાં જકડાઇ ગયો છે. વ્યકિતપૂજાનો વિરોધ કરનાર પક્ષ વ્યકિતપૂજાનો ભોગ બન્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આમ આદમી પક્ષ પણ હવે તેના સ્થાપક અરવિંદ કેજરીવાલની મહત્ત્વાકાંક્ષાનું વાહન બની ગયો છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી અને કેરળના માર્કસવાદી નેતા પિન્નાલઇ વિજયન શું કરે છે? આ બધું હતાશાજનક છે. રાજકીય પક્ષો જ આ માર્ગે જશે તો લોકશાહીનું ભાવિ શું? ખુશામતમાં જ રાચનારા નેતા વાણી સ્વાતંત્ર્ય આપે? અમલદારશાહી, પોલીસ પત્રકારો અથવા ન્યાયતંત્રની શરણાગતિ નહીં માંગે?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top