SURAT

દોઢ વર્ષની બાળકીનું અપહરણકાર મહિલાને સુરત પોલીસે પકડી

સુરત: નવજાત શિશુને ત્યજી દેવાની વધતી જતી ઘટનાઓ વચ્ચે સુરતમાં (Surat) માતાની નજર સામે જ ફૂટપાથ પર સૂતેલી દોઢ વર્ષની બાળકીને એક મહિલા (Girl Kidnaping) ઉપાડી ગઈ છે. આ ઘટના અંગેના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. બાળકીને ઉપાડી જનાર મહિલા પરચિત જ હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ સુરત મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યા મુજબ અપહરણ કરાયેલી બાળકી કડોદરા નજીક જોલવા ગામમાંથી મળી આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે અપહરણ કરનાર મહિલાને પણ ઝડપી પાડી છે.

  • સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના: રુવાલા ટેકરા પાસે દોઢ વર્ષની બાળકીનું અપહરણ
  • બાળકીનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે છે
  • રોજ બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યું હોવાનો માતાનો આક્ષેપ
  • બાળકીને અપહરણ ની સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ
  • સીસીટીવીના આધારે પોલીસે અપહરણ કરનાર મહિલાને શોધવાની તજવીજ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર 40 વર્ષીય વિધવા શારદાબેન ધીરૂભાઇ દેવીપુજક હરીપુરા મેઈન રોડ રૂવારા ટેકરા પાસે આવેલી વિષ્ણુ જ્વેલર્સ દુકાનની બહાર ફુટપાથ પર દાંતણ વેચવાનું કામ કરે છે. તેમને સંતાનમાં ચાર બાળકો 4 પુત્રો કીશન (ઉં.વ. 18), કાનો (ઉ.વ. 14), રાકેશ (ઉં.વ. 8), ભલુ (ઉં.વ.6) અને પુત્રીઓ હેતલ (ઉં.વ. 10) તથા ઇમલી (ઉ.વ. 1 વર્ષ 6 માસ ) છે. ફૂટપાથ પર દાંતણ વેચી 6 બાળકોનું ભરણપોષણ કરતા વિધવા શારદાબેન રાત્રિના સમયે ફૂટપાથ પર પાથરણું પાથરી બાળકો સાથે સૂઈ જતા હતા.

મૂળ ભાવનગરના વતની અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા શારદાબેન પતિની સારવાર માટે ત્રણ વર્ષ પહેલાં સુરત શિફ્ટ થયા હતા. દરમિયાન ગઈ તા. 21 જાન્યુઆરીની સવારે આશરે 8 વાગ્યાના અરસામાં પરિચિત મહિલા શારદાબેનની દોઢ વર્ષની દીકરી ઈમલીને ઉપાડીને જતી રહી હતી. રેખા નામની મહિલા વિરુદ્ધ શારદાબેને ફરિયાદ કરતા મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

પંદર દિવસ સાથે રહી વિશ્વાસ જીત્યા બાદ મહિલા બાળકીને ઉપાડી ગઈ
શારદાબેને ફરિયાદમાં કહ્યું કે, ‘હુ જ્યાં રહી દાતણ વેચતી હતી ત્યાં છેલ્લા પંદરેક દિવસથી એક મહીલા અમારા રહેવાના અને દાતણ વેચાણ કરવાના સ્થળે આવતી હતી અને આ મહીલા આખો દિવસ મારી પાસે બેસી રહેતી જેથી મે તેનું નામ પુછતા પોતાનુ નામ રેખા હોવાનુ જણાવ્યું હતું. આ રેખા મારા બાળકને રમાડતી અને નજીક જ આવેલી ચાની લારીએ ચા પીવડાવવા પણ લઇ જતી અને પરત લઇ આવતી હતી. જેથી મને તેની ઉપર વિશ્વાસ, ભરોષો બેસેલ બાદમાં ગઇ તા. 21-1-2023ના રોજ સવારના આશરે આઠેક વાગ્યાના સમયે આ રેખા મારી પાસે આવેલ અને દરરોજની જેમ મારી પાસે બેસી મારી છોકરી ઇમલીને રમાડતી હતી, ત્યારે હુ રેખાને મારી દિકરીનું ધ્યાન રાખવાનું કહી બાથરૂમ કરવા ગઈ હતી અને દશેક મીનીટમાં પરત આવી ત્યારે રેખા મારી છોકરી ઇમલીને તેડીને ખાઉધરા ગલી બાજુ ચાલતી જ તી હતી જેથી મને લાગ્યું કે, રેખા મારી દિકરીને ચા / નાસ્તો કરવા લઇ જતી હશે જેથી હું તેની પાછળ ગઈ નહી અને મારી દાતણ વેચાણ કરવાનુ કામ કરવા લાગી હતી. રેખા પરત નહી આવતા મારી છોકરીને શોધવા ખાઉધરા ગલી તરફ ગયઈ હતી પરંતુ બંને જણા મળ્યા નહોતા.

Most Popular

To Top