National

જમ્મુ-શ્રીનગર હાઈવે પર નિર્માણાધીન ટનલમાં અકસ્માત, 8 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા

જમ્મુ-શ્રીનગર: જમ્મુ-શ્રીનગર (Jammu-Srinagar) હાઈવે (High way) બનિહાલ પાસે નિર્માણાધીન ટનલમાં (Tunnel) ગુરુવારે રાત્રે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતના કારણે સુરંગમાં ફસાયેલા 3 લોકોને બચાવી લેવાયા છે. જોકે 8 લોકો હજુ પણ ફસાયેલા છે. હજુ ઓપરેશન ચાલુ છે. ગુરુવારે મોડી રાત્રે ટનલ બનાવવાનું કામ શરૂ થયા બાદ રામબન જિલ્લાના ખૂની નાલા મગરકોટ પાસે જમ્મુ-શ્રીનગર હાઈવે પર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ઓછામાં ઓછા 8 મજૂરો ફસાયા હોવાની આશંકા છે.

ટનલના નિર્માણ દરમિયાન ખોદકામના કામમાં લાગેલી મશીનરી પણ દટાય ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણી ટીમો સ્થળ પર બચાવકાર્યમાં લાગી ગઈ છે. કાટમાળ નીચે આવી જતાં હાઇવે પર વાહનો થંભી ગયા હતા. જેના કારણે સેંકડો નાના-મોટા વાહનો માર્ગમાં અટવાયા હતા.

એવું કહેવાય છે કે ખૂની નાલા પાસે ટનલની ટ્યુબનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. જમ્મુથી શ્રીનગર જવા માટે બીજી ટ્યુબના નિર્માણ માટે જવાબદાર એજન્સી દ્વારા ગુરુવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે પહાડનું ખોદકામ કરવા માટે મશીનરી રોકાયેલી હતી કે તરત જ પર્વતનો મોટો ભાગ નીચે આવી ગયો. જેના કારણે કામ કરતા પોકલાન મશીન, ક્રેન અને ડમ્પરને ટક્કર મારી હતી. કંપનીના છથી આઠ કામદારો પણ કાટમાળ નીચે દટાયા હતા. સ્થળ પર હાજર બે ગાર્ડે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

માહિતી મળતા જ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે અને તેને તૈયાર રાખવામાં આવી છે જેથી કાટમાળમાંથી બહાર કાઢતા જ તેને હોસ્પિટલ લઈ જઈ શકાય. અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. વધારાની મશીનરી પણ તૈનાત કરવામાં આવી છે જેથી વહેલી તકે કાટમાળ હટાવી શકાય. એસડીઆરએફને પણ બોલાવવામાં આવી છે.

આ કામદારો ગુમ છે
જયદેવ રોય (23 વર્ષ), ગૌતમ રોય (22 વર્ષ), સુધીર રોય (31 વર્ષ), દીપક રોય (33 વર્ષ), પરિમલ રોય (38 વર્ષ) બધા પશ્ચિમ બંગાળના રહેવાસી છે. શિવ ચૌહાણ (26 વર્ષ) આસામના રહેવાસી, નવરાજ ચૌધરી (26 વર્ષ) નેપાળના રહેવાસી, કુશીરામ (25 વર્ષ) નેપાળના રહેવાસી. મુઝફ્ફર (38 વર્ષ) અને ઈસરત 30 વર્ષ બંને જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે.

Most Popular

To Top