National

શિમલામાં બસ ખીણમાં પડતા એક મહિલાનું મોત, અનેક ઘાયલ

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

શિમલા: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. બસ ખીણમાં પડતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના હીરા નગર વિસ્તારમાં થઈ હતી, જ્યાં હિમાચલ રોડવેઝની બસ રોડથી લગભગ 100 ફૂટ નીચે ખીણમાં પડી હતી. આ અકસ્માત બુધવારે બપોરે થયો હતો. જણાવી દઈએ કે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ નગરોટા (કાંગડા) થી શિમલા આવી રહી હતી. બસમાં 20 થી 23 લોકો સવાર હોવાના અહેવાલ છે. તમામ ઘાયલોને શિમલાની આઈજીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બસમાં એક વ્યક્તિ ફસાયો
રિપોર્ટ અનુસાર બસમાં 1 વ્યક્તિ ફસાયો હોવાની પણ માહિતી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા એટલે કે મંગળવારે પણ શિમલામાં એક પીકઅપ વાન ખાડીમાં પડી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પીકઅપ વાન શિમલા મંડીમાં સફરજન ઉતારીને પરત ફરી રહી હતી. આ અકસ્માતમાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે.

Most Popular

To Top