Vadodara

શહેરની સેંકડો સમસ્યાઓની ‘સ્માર્ટ ડાયરી’

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીમાંથી ચુંટણી જીત્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા શહેરને શાંઘાઈ અને સિંગાપોર બનાવવાના શહેરીજનોને સપનાં બતાવ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની સીટ છોડીને વારાણસીથી સાંસદ બન્યા અને વારાણસીની કાયાપલટ કરી નાંખી. જ્યારે વડોદરાને શાંઘાઈ અને સિંગાપોર બનાવવાના હતા તે શાંઘાઈ અને સિંગાપોર ફક્ત તેમના લેપ્રસી મેદાનની સભા સ્થળ પર બન્યું તે પણ ઘણા વર્ષો બાદ એક દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાડવા માટે પાલિકાએ બનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે વડોદરાને શાંઘાઈ અને સિંગાપોર બનાવવાનું હતું પરંતુ વડાપ્રધાને વારાણસીની સીટ પસંદ કરી ત્યાં ગયા બાદ વડોદરા ભાજપના નપાણીયા શાસકોને સત્તાની ધરા સોપી હતી. ભાજપના નપાણીયા શાસકોએ વડાપ્રધાન દિલ્હીની વાટ પકડયાના એક દાયકા બાદ પણ વડોદરા શહેરોમાં ફક્ત સમસ્યા સમસ્યા અને સમસ્યાઓ જ છે. એ સમસ્યા પછી વકરેલી પાણીની સમસ્યા, બિસ્માર જાહેર માર્ગો કે પછી વડોદરાના શહેરીજનો માટે માથાનો દુખાવો એવા રખડતા ઢોરની સમસ્યા હોય કેમ કે રખડતા ઢોરની સમસ્યા થી અનેક લોકોને પોતાના જીવનું જોખમ રહેલું છે. ભાજપના નપાણીયા શાસકો દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ તેમની પાસે નથી કે દુર કરવો નથી તેની ખબર પડતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું વડોદરા શહેરને શાંઘાઈ અને સિંગાપોર બનાવવાનું હતું પરંતુ વડોદરા શહેરના મેયર વડોદરા ને રૂપકડું નામ આપ્યું સ્માર્ટ સિટી પણ નામ બડે દર્શન ખોટે ત્રણ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન વાઈફાઈના ટાવર ઉભા દેખાય છે.

કોના બાપની દિવાળી ?
૧૮ જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય ત્યારે નપાણીયા શાસકો દ્વારા મોદી જ્યાં સભા કરવાના છે તે લેપ્રસી મેદાન તથા તેના આજુબાજુનો વિસ્તાર એકદમ કાચ જેવો કરી નાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી વડોદરાને એક દિવસ માટે પાલિકા તંત્રે શાંધાઈ અને સિંગાપોર બનાવી દીધું છે. પરંતુ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ લેપ્રસી મેદાન સિવાય કોઈ પણ વિસ્તારમાં જાય તો ખબર પડે કે તેમના સ્વપ્ના અધૂરા અને અધુરા જ છે આ વડોદરા શહેરને શાંધાઈ અને સિંગાપોર ફક્ત એક દિવસ માટે જ છે બાકીના કોઈ એક વિસ્તાર એવો નથી કે સમસ્યાઓ નથી દરેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ પાલિકા તંત્રના પાપે જોવા મળી રહ્યો છે.

ચોમાસું બેસી ગયુ છતાં પ્રી-મોન્સૂનની કામગીરી અધૂરી રહેતાં આ વર્ષે પણ પૂરનું સંકટ યથાવત
વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી શાસન ભાજપના શાસકો કરી રહ્યા છે તેમણે વડોદરાને નર્કાગાર માં ફેરવી દીધું છે. તમામ ક્ષેત્રે પાલિકા તંત્ર ના ના વહીવટકર્તાઓ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પૂરતી જ કરી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ચોમાસામાં વડોદરા શહેર ને ડુબાડશે. જોકે શાસકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વડોદરા શહેરના તમામ ચાર ઝોનમાં 90 ટકા જેટલી પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે વિપક્ષ દ્વારા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી ને કાગળ પર હોવાનું જણાવી આક્ષેપ કર્યો છે કે પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી જશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બે ઇંચ વરસાદમાં જ શહેરના રોડ રસ્તા તથા નીચાણવાળા વિસ્તારો નદીઓમાં ફેરવાઈ જાય તો નવાઈ પામશો નહિ.

હજુ પણ વરસાદી કાંસ, ગટરની, સફાઈ પૂરે પૂરી થઈ નથી. તદુપરાંત શહેરમાંથી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા નથી. વૃક્ષોના ટ્રિમિંગ ની કામગીરી અધુરી છે. આ વખતે પણ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ના નામે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ યોગ્ય કામગીરી ન થવાને કારણે પાણીમાં જશે તેવું મનાય રહ્યું છે. .શહેરીજનોના જણાવ્યા અનુસાર કોર્પોરેશન ના વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે આગામી ચોમાસામાં આખા વડોદરા શહેરના ડૂબવાનો વખત આવશે.વડોદરા કોર્પોરેશનમાં છેલ્લાં કેટલાય સમયથી એક તરફી શાસન કરી રહેલા ભાજપના નપાણીયા શાસકોએ વડોદરાને નર્કાગાર માં ફેરવી દીધું છે. આમ તો પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી જશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બે ઇંચ વરસાદમાં જ શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ જશે.

ચોમાસાના પાણીમાં ડૂબતા શહેરનાં વિસ્તારો

  • વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીનો પાછળનો ભાગ
  • સ્ટેશન-અલકાપુરી ગરનાળું, અકોટા પાસેનું ગરનાળું
  • સમા -સાવલી વિસ્તારમાં આવેલ સિધાર્થ બંગ્લોઝ
  • નીચાણવાળા વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાય છે
  • આજવા-વાધોડીયા રોડ વિસ્તારની આજુબાજુની સોસાયટીમાં
  • નદી કાંઠાના વિસ્તારો
  • વડોદરા શહેરના મોટા ભાગે એટલું પાણી ભરાય છે કે પૂર્વ વિસ્તારમાંથી ઉત્તર દિશામાં જવાના કોઈ ચાન્સીસ હોતા નથી કારણકે દરેક બ્રીજ પર અવર જવર બંધ હોય છે.

Most Popular

To Top