SURAT

‘તુમ મહારાષ્ટ્ર કી ઔરતે બહુત સેક્સી હોતી’, કહી દુકાનદારે પરિણીતાની છાતી પર હાથ ફેરવ્યો, પછી…

સુરતઃ મુંબઈથી સુરત આવેલી મહિલા ખ્વાઝાદાના દરગાહ પાસે ચાદર ચઢાવવા ગઈ હતી. ત્યા આવેલી દુકાનમાં ગઈ ત્યારે દુકાનદારે ”તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી” તેમ કહી આબરૂ લેવા પ્રયાસ કર્યો હતો. બાદમાં ત્રણ મહિલાઓએ આવીને ”તું હિરોઈન દિખ રહી જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા” કહી ગાળો આપી મોઢા પરનો બુરખો ખેંચી માર માર્યો હતો. અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • દુકાનદારે પરિણીતાના કમરના ભાગે તથા છાતીના ભાગે હાથ ફેરવી આબરૂ લેવા પ્રયાસ કર્યો
  • દુકાનદારની પત્ની સહિત ત્રણ મહિલાઓએ “તુ હિરોઈન દિખ રહી જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા તેમ કહી ગાળો આપી માર વાળ ખેંચી માર માર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર મુળ મુંબઈના નાલાસુપારા ખાતે રહેતી ૩૪ વર્ષીય મહિલા શબાના (નામ બદલ્યું છે) એ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શબાના તેની માતા અને ૧૦ વર્ષના પુત્ર સાથે સુરતમાં રહે છે અને અલગ અલગ વિસ્તારમા બેબીકેરનું કામ કરે છે. પાંચ વર્ષ પહેલા શબાનાના પિતાનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા તે પુત્ર સાથે સુરત તેની માતા સાથે રહે છે. ગત ૧૪ માર્ચે તે મુંબઈ બોરીવલીથી ટ્રેનમાં સુરત આવી હતી. સુરત સ્ટેશન પહોંચી ત્યાંથી એક ઓટો રીક્ષામાં સાડા અગ્યારેક વાગ્યાના સુમારે ખ્વાઝાદાના દરગાહ ખાતે ચાદર ચઢાવવા માટે ગઈ હતી. પરંતુ દરગાહ ત્રણ વાગ્યે ખુલશે તેવી ખબર પડતા શબાના દરગાહ પાસે આવેલા ફૈઝએ દાના નામની દુકાનમા લોબાન લેવા માટે ગઈ હતી.

દુકાનદારે શબાનાને ”તુમ મહારાષ્ટ્ર કી રહેને વાલી હો” તેમ પુછ્યું હતું. શબાનાએ હા પાડતા આ અજાણ્યાએ ”તુમ મહારાષ્ટ્ર કી ઓરતે બહુત સેક્સી હોતી” તેમ કહી કમરના ભાગે તથા છાતીના ભાગે હાથ ફેરવી લાજ લેવા પ્રયાસ કર્યો હતો. શબાના ગભરાઈને દુકાનની બહાર નિકળી જઈ ”પોલીસને લઈને આવુ છું” તેમ કહેતા દુકાનદાર દુકાન બંધ કરી નાસી ગયો હતો.

થોડીવાર બાદ ત્રણ મહિલાઓ ત્યાં આવી હતી અને તે ત્રણ પૈકી એક મહિલાએ શબાનાને ”તું હિરોઈન દિખ રહી હે જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા” તેમ કહી આ ત્રણેય મહિલાઓએ ગાળો આપી મોંઢા પર પહેરેલા બુરખા ખેંચી વાળ ખેંચી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આજુબાજુના રાહદારીઓ આવી શબાનાને બચાવી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top