વડોદરા: પારૂલ યુનિવર્સિટીની પિડિત શિક્ષિકાને બદનામ કરવાના ઈરાદે નામજોગ પત્ર જાહેર કરનાર નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણી પાસેથી કબજે કરાયેલા મોબાઈલમાં અનેક નામચિન હસ્તીઓને પણ વાયરલ કરવાની વિગત સૂત્રો દ્વારા સાંપડી હતી. શિક્ષણ જગતમાં બદનામ થઈ ચૂકેલી પારૂલ યુનિવર્સિટીની શિક્ષિકા સાથે તેના જ સહાધ્યાયી શિક્ષકે ધાકધમકી આપીને પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
પિડિતાને ન્યાય અપાવવાના બદલે આરોપીના કલંકિત કૃત્ય ઉપર ઢાંકપિછોડો કરવા યુિનવર્સિટીના સંચાલકોએ ષડયંત્ર રચ્યું હતું અને નાયબ કુલસચિવ ડો. અજિત ગંગવાણેએ ભોગ બનનાર િશક્ષિકાના નામજોગ પત્ર મોબાઈલ દ્વારા વાયરલ કર્યો હતો. તેમજ અખબારમાં પણ પ્રસિધ્ધિ કરાવીને પિડિતાને બદનામ કરી નાંખી હતી. જે ગુના સંલગ્ન ફરિયાદ વાઘોડિયા પોલીસને આપી હતી.
ગાંધીનગર સુધી જે પારૂલ યુનિવર્સિટીના છેડા અડતા હોય પોલીસ પણ તેમની શેહમાં દબાઈ ગઈ હતી અને ન્યાય માટે વલખા મારતી પિડિતા સાથે અન્યાય કર્યો હતો. પોલીસ નાછૂટકે ડો. અજીત ગંગવાણેની ધરપકડ કરીને કબજે લીધેલા મોબાઈલમાંથી અનેક લોકોને પત્ર વાયરલ થયાનું જાણવા મળ્યું હતું. જેમાં શહેરના પ્રતિષ્ઠિત મનાતા વ્યક્તિઓ ઉપરાંત રાજકિય અને પ્રતિભા સંપન્ન લોકોના નામ પણ ખુલવા પામે તેવા ભણકારા વાગી રહયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.