Madhya Gujarat

કસનપુર ગામના મકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

ગોધરા: મોરવા હડફ ના કસનપુર ગામના પટેલ ફળિયાના એક રહેણાંક  મકાનમા  આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે લીલો ઘાસચારો સહિત અન્ય નુકશાન થતા ઘર માલિક ચિંતિત બન્યો હતો.મોરવા હડફ તાલૂકાના કસનપુર ગામના  પટેલ ફળીયામા રહેતા બારીયા ફતેસિંહ વેચાતભાઇ ના  રહેણાંક નળિયાવાળા ઘરમાં અચાનક કોઈ કારણસર  આગ લાગી  હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા આજુબાજુમાં રહેતા લોકો મદદે દોડી આવ્યા હતા. બનેલ આગની ઘટનાની જાણ ગામના જાગૃત નાગરિક દ્વારા  ફાયર  ફાઈટર  ને કરવામાં આવી હતી. જોકે સ્થાનિક  લોકો એ ફાયર ફાઇટર આવે તે પહેલા આગ ઓલવાની કોશિશ કરવામા આવી  હતી.

બનાવ સ્થળે ફાયર ફાઈટર આવી જતા પાણીનો મારો શરૂ કરવામા આવ્યો હતો. આગ લાગેલ ઘરમાં સૂકા ઘાસના પૂળા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયર ફાઈટર ની ટીમે ભારે જહેમત બાદ આગ કાબુ લેતા સ્થાનિક લોકોને હાશકારો થયો હતો. રહેણાક મકાનમાં આગના કારણે ઘાસચારો સહિત અમુક ઘરવખરી  બળીને ખાખ થઇ જતા ઘર માલિક અને તેમનો પરિવાર  ચિંતિત થવા સાથે મળવાપાત્ર સહાય મળે તેવી આશા રાખી રહયા છે.

Most Popular

To Top