Madhya Gujarat

કારચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

શહેરા:  શહેરા તાલુકાના  સુરેલી ગામના અશોક ભાઈ સોલંકી તેમની પત્ની ઉષા સાથે પોતાની બાઇક લઇને મરણ પ્રસંગે  રતનપુર તરફ જવા નીકળ્યા હતા. ડેમલી ગામ પાસે GJ 06 kD 6720  ના કાર ચાલકે  બાઇક ને ટક્કર મારતા  બાઇક ચાલક  અશોક સોલંકીનુ  ઘટના સ્થળે મોત નિપજ્યુ  હતુ. જ્યારે તેમની પત્ની ઉષાને શરીરે નાની મોટી  ઈજા થતા ઇમરજન્સી સેવા 108 દ્વારા  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માત થયા બાદ કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા  સ્થાનિક પોલીસ મથકના રામજીભાઈ પલાસ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

મૃતકના  પરિવારજનો દ્વારા  કારચાલક સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ભાગી ગયેલ કાર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલેલખનીય છે કે તાલુકાના વિસ્તારમાં    પાછલા એક અઠવાડિયામાં 6 જેટલા નાના મોટા અકસ્માતના બનાવો મા  અમુક પરીવારજનો એ ઘરનો  મોભીને ગુમાવવા સાથે કોઈ પરિણીતા વિધવા બની હતી.કોઈ એ પોતાના લાડકો દીકરા ને ગુમાવી દીધો છે. ત્યારે પોલીસ તંત્ર તાલુકા પંથક માં અકસ્માત ના બનાવો ઘટે તે માટે વિચારવું જોઈએ તે જરૂરી બન્યુ છે.સુરેલી ગામના સોલંકી પરીવારે દીકરા નુ મોત માર્ગ અકસ્માતમાં થતા ઘેરો શોક છવાયો હતો.

Most Popular

To Top