Entertainment

લાંબી રાહનો અંત! સલમાનની ‘માતૃભૂમિ’ને સરકારી મંજૂરી, 13 નવેમ્બરે રિલીઝનું પ્લાનિંગ

સલમાન ખાનની જે ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેની રિલીઝને લઈને હવે આશા જાગી છે. સરકારી પ્રક્રિયામાં લાંબા સમયથી અટવાયેલી સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ને આખરે માહિતી ખાતા તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે ફિલ્મમેકર્સ તેને દિવાળી બાદ 13 નવેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે ફિલ્મની રિલીઝ હજુ સંપૂર્ણ રીતે નક્કી થઈ નથી. ફિલ્મને સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરીને જરૂરી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા બાકી છે. જો સેન્સર બોર્ડ તરફથી આગામી એક મહિનામાં ફિલ્મને મંજૂરી મળી જાય તો ફિલ્મમેકર્સ 13 નવેમ્બરની તારીખે તેને મોટા પડદા પર રિલીઝ કરવા માંગે છે.

‘માતૃભૂમિ’ની કહાની વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી અથડામણની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મનું નામ અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું. જોકે બાદમાં ફિલ્મમેકર્સે તેનું નામ બદલીને ‘માતૃભૂમિ’ કર્યું હતું. ફિલ્મને સરકારી મંજૂરી મેળવવામાં લાંબો સમય લાગ્યો હતો. આ દરમિયાન ઓરિજિનલ ફિલ્મમાં અનેક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને ફિલ્મમાં ભારત અને ચીનના સંબંધોને વધુ હકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફેરફારો બાદ હવે ફિલ્મને સરકારી સ્તરે મંજૂરી મળતાં તેની રિલીઝનો રસ્તો આગળ વધ્યો છે. હવે તમામની નજર સેન્સર બોર્ડની મંજૂરી પર છે. એક મહિનાની અંદર પ્રમાણપત્ર મળી જાય તો ફિલ્મમેકર્સ 13 નવેમ્બરે ‘માતૃભૂમિ’ને થિયેટર્સમાં લાવવાની યોજના ધરાવે છે. સલમાન ખાનના ચાહકો લાંબા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યા હોવાથી તેની રિલીઝની તારીખને લઈને પણ ઉત્સુકતા વધી છે.

Most Popular

To Top