દરેક રાષ્ટ્રના ભૂતકાળમાં એવી ઘટનાઓ હોય છે, જેના માટે તેને ગૌરવ અનુભવાય અને એવી પણ હોય છે, જેના માટે ગ્લાનિ અનુભવાય. ગૌરવ અનુભવવું સહેલું હોય છે પણ ગ્લાનિયુક્ત ઈતિહાસ શી રીતે જીરવવો? તેને કેમે કરીને ઢાંકી શકાતો નથી. જેમ કે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીનો નાઝી ભૂતકાળ કે દક્ષિણ આફ્રિકાના કલંક જેવો રંગભેદનો ઈતિહાસ. આવા કલંકિત કે શરમયુક્ત ઈતિહાસમાં વર્તમાન પેઢીનું કશું પ્રદાન નથી હોતું પણ એવા સવાલનો વારંવાર સામનો કરવાનો આવે છે કે પોતાના દેશના એ શરમજનક ઈતિહાસનું કરવું શું? તેને ખુલ્લા મને સ્વીકારવો, તેની ચર્ચા કરવી કે પછી તેની પર ઢાંકપિછોડો કરીને તેને વિસરાવી દેવો? જે તે રાષ્ટ્રની વૈચારિક પરિપકવતા કેવી છે એ તેના આ બાબત પ્રત્યેના અભિગમથી સ્પષ્ટ થાય છે.
ભારતમાં પણ ઇતિહાસ અંગેની ચર્ચાઓ અવારનવાર ઊભી થતી રહે છે. પાઠ્યપુસ્તકોમાં ફેરફાર, કયા શાસકને કેટલું સ્થાન મળવું જોઈએ, કઈ ઘટનાનું અર્થઘટન કેવી રીતે કરવું,વગેરે બાબતો અવારનવાર પ્રસાર માધ્યમોમાં ચમકે છે. અલબત્ત,એક વાત સ્પષ્ટ છે કે જે ઇતિહાસની ખુલ્લી ચર્ચા થતી નથી, તે ઇતિહાસ અદૃશ્ય થતો નથી; પણ જાહેર જીવનમાંથી ખાનગી સ્મૃતિઓમાં જતો રહે છે.
આ સંદર્ભે ચીનમાં બનેલી એક ઘટના વિચારવા જેવી છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, ઉત્પાદન અને અર્થતંત્રમાં સમસ્ત વિશ્વને આશ્ચર્યચકિત કરનાર આ દેશ પોતાના ભૂતકાળના એક અધ્યાય અંગે આજે પણ અસ્વસ્થતા અનુભવે છે એ જાણીને આપણને આશ્ચર્ય થયા વિના રહે નહીં. ચીનના ભૂતકાળનો એ અધ્યાય એટલે ચીનના સર્વોચ્ચ નેતા માઓ ઝે દોંગના નેતૃત્વમાં 1966માં આરંભાયેલી ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ તરીકે ઓળખાવાયેલી ઘટના, જેણે આ વર્ષે છ દાયકા પૂરા કર્યા.
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ જેવું સત્તાવાર નામ ધરાવતી આ ચળવળની સૌથી મોટી કિંમત સંસ્કૃતિએ જ ચૂકવવી પડી હતી. વિચારધારાની શુદ્ધિના નામે શરૂ થયેલું આ અભિયાન જોતજોતામાં સામાજિક ઉન્માદમાં ફેરવાઈ ગયું. લાખો લોકોનાં જીવનમાં ઊથલપાથલ થઈ ગઈ. શિક્ષકોને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા, વિદ્વાનોને શ્રમશિબિરોમાં મોકલવામાં આવ્યા, કલાકારો અને લેખકોને શંકાની નજરે જોવામાં આવ્યા. પુસ્તકોનો નાશ થયો, પરંપરાઓને પ્રતિક્રિયાવાદી ગણવામાં આવી અને વ્યક્તિનું મૂલ્ય તેના વિચારોથી નહીં, તેની રાજકીય વફાદારીથી નક્કી થવા લાગ્યું.
આ ચળવળમાં વીસેક લાખ લોકો મૃત્યુ પામ્યા કે આત્મહત્યા કરવા મજબૂર બન્યાં. આજે પણ તેની સ્મૃતિઓ ભૂંસાઈ નથી. 1976માં માઓના મૃત્યુ પછી ધીમે ધીમે ચીનમાં પરિવર્તન શરૂ થયું. અર્થવ્યવસ્થા ખુલ્લી થઈ. વિશ્વ સાથેના સંબંધો વધ્યા. નવી પેઢી ઊભી થઈ. પણ પેલી સાંસ્કૃતિક ક્રાંતિનું શું? સરકારે તેને ભૂલ ગણાવી ખરી, પરંતુ તેના વિશે કેટલું બોલી શકાય, શું લખી શકાય અને કઈ રીતે યાદ કરી શકાય તેની મર્યાદા આજે પણ રાજ્યસત્તા નક્કી કરે છે.
એ શી રીતે? અમેરિકામાં વસતા સિત્તેર વર્ષના ચીની શિલ્પકાર ગાઓ ઝેન 2024માં ચીનની મુલાકાતે આવ્યા કે તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમની પર ‘રાષ્ટ્રીય નાયકો અને શહીદોની બદનામી’નો આરોપ મૂકવામાં આવ્યો. કારણ? આ શિલ્પકારે ભૂતકાળમાં એવાં શિલ્પો બનાવેલાં, જેમાં માઓનું વ્યંગ્યાત્મક નિરૂપણ હતું. વક્રતા એ છે કે તેમણે પોતાની કૃતિઓ સર્જી ત્યારે આવો કોઈ કાનૂન અસ્તિત્વમાં નહોતો. આ કલાકારના પિતા સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન અત્યાચારનો ભોગ બન્યા હતા. ચીનનો આ ઈતિહાસ તેમના માટે એક પારિવારિક જખમ હતો. એથી વધુ વક્રતા એ છે કે વર્તમાન પ્રમુખ શી જીન પિંગના પિતાએ પણ આ ક્રાંતિમાં ઘણું વેઠ્યું હતું.
આ ઘટનાનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન કાનૂની છે. કોઈ પણ કલાકારને એવા કૃત્ય માટે કાનૂની સજા કરી શકાય ખરી કે જે એ કૃત્ય થયું ત્યારે અસ્તિત્વમાં જ નહોતો? અને આ કૃત્ય કંઈ વિધ્વંસાત્મક નહીં, પણ શિલ્પ જેવું સર્જનાત્મક હોય ત્યારે તો ખાસ! સીધી અને સાદી વાત એટલી છે કે કાયદો ભૂતકાળને પોતાની અનુકૂળતા મુજબ બદલવા લાગે, તો તે ન્યાયનું નહીં, પણ સત્તાનું સાધન બની જાય છે.
કળાની ખાસિયત એ છે કે સત્તાવાર દસ્તાવેજો કરતાં કળા દ્વારા વ્યક્ત થતા સત્યની અનુભૂતિ અને ઊંડાણ અનેક ગણાં વધુ હોય છે. ઇતિહાસકાર આંકડા કે તથ્યો મૂકીને ઘટનાનો હિસાબ આપે છે; જ્યારે કલાકાર ઈતિહાસના ઘાની અનુભૂતિ કરાવે છે. સરમુખત્યારો હોય કે લોકશાહીમાં શાસન કરતા સરમુખત્યારશાહી માનસ ધરાવતા શાસકો હોય,તેમને પુસ્તકો, કાર્ટૂન કે તથ્ય ઉજાગર કરતાં માધ્યમો કે લોકો નાપસંદ હોય છે.
ગાઓ ઝેન્ગમને હજી કશી સજા ફરમાવાઈ નથી, પણ તેઓ હજી કેદમાં જ છે. તેમને મુક્ત કરવા માટે માંગ થઈ રહી છે. મૂળ સવાલ એ છે કે શું રાજ્ય પોતાના નાગરિકોને શું યાદ રાખવું અને શું ભૂલી જવું તેની ફરજ પાડી શકે? સ્મૃતિ પર અધિકાર કોનો? રાજ્યનો કે સમાજનો? લોકોના અનુભવ અને સ્મૃતિને કાયદાથી નિયંત્રિત કરી શકાય ખરાં?
એમ માનવાની જરૂર નથી કે આ સવાલ કેવળ એક કલાકારની સ્વતંત્રતાનો છે. આજે નિશાન પર એક કલાકાર છે; આવતી કાલે કોઈ ઇતિહાસકાર, લેખક કે સામાન્ય નાગરિક પણ હોઈ શકે. કારણ કે પોતાનાં નાગરિકોને શું યાદ રાખવું અને શું ભૂલી જવું તે રાજ્ય નક્કી કરવા લાગે, ત્યારે પ્રશ્ન એક વ્યક્તિ પૂરતો રહેતો નથી; સમગ્ર સમાજની વિચારશક્તિનો બની જાય છે. શું ચીન કે શું ભારત,મૂળ વાત એ છે કે દરેક સમાજ પોતાના ગૌરવને હોંશે હોંશે અપનાવી લે છે, પણ તેની સાચી કસોટી એ છે કે તે પોતાની ગ્લાનિ સાથે કેવી રીતે જીવે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.