Charchapatra

સુરત સોનાની મૂરત કે ક્રાઈમ સિટી?

છાશવારે ગુન્હાઓ નું પ્રમાણ દિવસો દિવસ ‘દિન જૂની રાત ચૌગુની’કહેવત અનુસાર વધુ ને વધુ વધતું જાય છે. દિન દહાડે ન કેવળ ખૂન થઈ જાય છે, કહેવાતી દારુબંધી, નો સરેઆમ અમલ થતો નથી. શું પોલીસ દ્વારા આંખ આડા કાન કરી, છુપા આશીર્વાદ ના આચળા હેઠળ બેરોકટોક કદાચ હપ્તા હેઠળ ખુલ્લો દોર આપવામાં આવ્યો છે? વાર એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના અહેવાલ ન કેવળ ચિંતા ઉપજાવનાર છે.પરંતુ કાયદો એકદમ ખાડે જતો રહ્યો છે તેનાં ઉત્તમ ઉદાહરણ છે. નકલી ગુટખા, નકલી ઘી, નકલી પનીર ની ફેક્ટરીઓ દ્વારા સ્વાસ્થ્ય સાથે ન કેવળ ચેડાં કરાય છે,પરંતુ રોગને ખુલ્લેઆમ નિમંત્રણ જાણે ન આપતાં હોય! આ તમામ ઘટનાઓને જોતાં એમ કહી શકાય કે’સબ ભૂમિ ગોપાલકી’તેમ સૂરત હવે સોનાની મૂરત નથી રહી. ક્રાઈમ નગરી બની રહી છે. જેમ સાપને ઊગતો જ ડામી દેવો જોઇએ તેમ , રોગને પણ ઊગતો જ અટકાવવો રહ્યો તેમ ગુન્હાઓ ને ઊગતાં જ ડામવાની યુદ્ધના ધોરણે જરુરી જણાય છે.
સુરત -રમેશચંદ્ર જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બધી માન્યતાઓ સાચી નથી હોતી
ખોરાક એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે. માત્ર ખોરાકને આધારે કોઈના પણ વ્યક્તિત્વને મૂલવવું ભૂલભરેલું છે. અન્ન તેવો ઓડકાર એ કહેવત કહેવત તરીકે ઠીક છે..બાકી ખૂંખાર અને પરપીડનમાં આનંદ લેનાર શાકાહારીઓ પણ છે. બરાબર સામે પક્ષે માંસાહારી હોવા છતાં માનવીય અભિગમ અને બીજા પ્રત્યે દયા, માયા હમદર્દી બતાવનાર પણ છે જ છે. હિટલર શાકાહારી હતો પણ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ગૂંગળાવી મારવાનો વિકૃત આનંદ લેતો. વળી આનો તે ટિકિટ શો પણ રાખતો.

ભારતીય પૌરાણિક કથા અનુસાર દુર્વાસા નામના ઋષિ શાકાહારી હોવા છતાં સતત ક્રોધિત રહેતા એ જયારે જયારે બોલ્યા છે ત્યારે મોટે ભાગે કોઈને કોઈને શાપ જ આપતા.

મારા મતે “કોઈના મોઢામાં શું જાય છે એનાં કરતાં વધુ અગત્યની વાત એનાં મોઢામાંથી શું નીકળે છે એ છે.”

કહેવાતા શાકાહારીઓ જયારે જયારે બોલે ત્યારે આગ ઓકતાં હોય.

સુરત -પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top