ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી ચુંટાયા
કરોબારી ચેરમેન તરીકે મયુર સુથારની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપના સભ્યો દ્વારા વિજ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આણંદ કરમસદ મહાનગરપાલિકાની ગુરુવારે ખાસ સાધારણ સભા યોજાઇ હતી , જેમાં મનપાના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી. કુલ 52 સભ્યોમાં ભાજપના 43, કોંગ્રેસના 8 અને અપક્ષ 1 નો સમાવેશ થાય છે. આ સભાની શરૂઆતમાં કમિશનર આર. એન. ડોડીયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ચૂંટણી પ્રક્રિયનો પ્રારંભ કર્યો હતો.
મહાનગરપાલિકાના મેયર માટે ભાજપમાંથી દીપિકાબેન ભુપેન્દ્રભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી નઝમાબાનું પઠાણ એ ફોર્મ ભર્યું હતું. જ્યારે
ડેપ્યુટી મેયર તરીકે ભાજપમાંથી કમલેશભાઈ ડાભી અને કોંગ્રેસમાંથી એરિકા મેકવાને ફોર્મ ભર્યું હતું. બાદમાં મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવારોને 43 અને કોંગ્રેસના ઉમેદવારોને 8 મત મળ્યાં હતાં. અપક્ષ સભ્ય તટસ્થ રહ્યા હતા.
આ ઉપરાંત કરોબારી ચેરમેન તરીકે મયુર સુથારની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપના સભ્યો દ્વારા વિજ્યોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી.