Charchapatra

સ્પાની આડમાં ચાલતા કુટણખાના

દૈનિક અખબારમાં અવરનવર શહેરોમાં કેટલીક જગ્યાએ સ્પાની આડમાં ગેરકાયદેસર કુટણખાના ચલાવવામાં આવે છે એ અંગેના સમાચાર પ્રકાશિત થતા રહે છે. કોઈ પણ સભ્ય સમાજ માટે આ ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. મોડર્ન લાઈફ સ્ટાઈલમાં વેલનેસ સેન્ટર અને સ્પાને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ઘણા બધા સ્પા સેન્ટર કાયદેસર રીતે ચાલે છે તેથી તમામ સ્પા કેન્દ્રને શંકાની દ્રષ્ટિએ જોઈએ તે પણ બરાબર નથી. પોલીસ દ્વારા એમને મળેલી બાતમીને આધારે સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવે છે અને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે પ્રયત્નો પણ થાય છે.

સભ્ય સમાજની નૈતિકતા સાથે સંકળાયેલો આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. પોલીસ દ્વારા ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે એ પછી એ સ્પા સેન્ટર કાયમ માટે બંધ થઈ જાય એવી કડક કાર્યવાહી થવી જોઈએ. સમાજમાં ચાલતા અનૈતિક ધંધા બંધ થશે તો જ સામાજિક મૂલ્યો જળવાઈ રહેશે. અનૈતિક  પ્રવૃતિઓ કરનારને કાયદાનો ડર હશે તો પણ આવી પ્રવૃત્તિઓ સદંતર બંધ તો નહીં જ થાય પરંતુ ઓછી થવાની શક્યતા રહેલી છે.
નવસારી           – ડૉ. જે. એમ. નાયક          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top