15 મે સાંજે 5 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ અરજી પર કરી શકાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષાનું પરિણામ તા. 6ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા માંગતા હોય તેમના માટે બોર્ડે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે.
ગુણ ચકાસણીની અરજી આજથી તા. 15 મે સુધીના ના રોજ સાંજના 17:00 કલાક સુધી બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org અથવા ssc.gseb.org પર રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન કરી શકાશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. ગુણ ચકાસણીની નિયત ફી ઓનલાઈન એસબીઆઈ ઈપે સિસ્ટમ મારફતે ક્રેડિટ,ડેબિટ કાર્ડ , નેટ બેન્કિંગ દ્વારા અથવા ઈપેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે. બોર્ડે તમામ આચાર્યઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સંબંધિતોને આ બાબતની નોંધ લેવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી કરી દે તેવી સલાહ આપવામાં આવી છે.