India

તમિલનાડુમાં ‘થલપતિ’નો ધમાકો

સરકાર માટે 10 બેઠકોની ખામી, હવે કોણ બનશે કિંગમેકર?
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં અભિનેતા થી રાજકારણી બનેલા જોઝેફ વિજયએ રાજકીય ઇતિહાસ રચી દીધો છે. તેમની પાર્ટી તમિલાગા વેટ્રી કઝગમ (TVK) રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ પૂર્ણ બહુમતીથી થોડા જ પગલાં દૂર રહી જતા હવે સરકાર બનાવવાનું ગણિત રસપ્રદ બની ગયું છે.

તમિલનાડુમાં કુલ 234 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 118 બેઠકો જરૂરી હોય છે. હાલમાં TVK લગભગ 107-108 બેઠકો સુધી પહોંચી છે, એટલે કે બહુમતી માટે હજુ અંદાજે 10 બેઠકોની જરૂર છે. આ સ્થિતિમાં વિજય ‘કિંગ’ બની ગયા છે, પરંતુ સરકાર બનાવવા માટે હવે અન્ય પાર્ટીઓનો સહકાર જરૂરી બની ગયો છે. આ ચૂંટણીમાં પરંપરાગત દળો જેમ કે DMK અને AIADMKને મોટો ઝટકો લાગ્યો છે. DMK આશરે 59 બેઠકો પર સીમિત રહી છે, જ્યારે AIADMKનો પણ પ્રભાવ ઘટ્યો છે. એટલે હવે કોઈપણ પાર્ટી એકલા સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી.

સૌથી મોટો સવાલ છે વિજય કોના સાથે હાથ મિલાવશે? રાજકીય વિશ્લેષકો મુજબ ત્રણ મુખ્ય વિકલ્પ સામે આવી રહ્યા છે:
કોંગ્રેસ અથવા નાના દળો સાથે ગઠબંધન:
TVK થોડા નાના પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારોને સાથે લઈને બહુમતીનો આંક પાર કરી શકે છે.

બાહ્ય સમર્થન મોડલ:
કોઈ પાર્ટી સીધી સરકારમાં જોડાયા વગર બહારથી સમર્થન આપે તેવી શક્યતા પણ છે.

વિપક્ષ સાથે અણધારી ગઠબંધન:
જો રાજકીય પરિસ્થિતિ બદલાય તો AIADMK અથવા અન્ય દળો સાથે અણધારી ગઠબંધન પણ બની શકે છે.
વિજયની જીત માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવી રહી છે. યુવાનોમાં તેમની લોકપ્રિયતા, વિકાસ અને પારદર્શક શાસનની વાતો તથા મજબૂત સંગઠન શક્તિએ તેમને આ સ્થાને પહોંચાડ્યા છે.

હાલમાં પરિસ્થિતિ એવી છે કે વિજય પાસે સરકાર બનાવવાની સૌથી મોટી તક છે, પરંતુ અંતિમ નિર્ણય ‘કિંગમેકર’ તરીકે ઉભરતા નાના દળો અને સ્વતંત્ર ધારાસભ્યો પર નિર્ભર રહેશે. આવનારા દિવસોમાં ગઠબંધનની ચર્ચાઓ જ તમિલનાડુની રાજનીતિનું દિશાનિર્ધારણ કરશે

Most Popular

To Top