૧૭ એપ્રિલના રોજ લોકસભામાં મહિલા અનામત બિલ (નારીશક્તિ-વંદન અધિનિયમ) પરાજીત થયું હતું. આ બિલ પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હતી, પરંતુ એનડીએ લોકસભામાં માત્ર ૨૯૮ મત મેળવી શકી, જ્યારે ૨૩૦ સભ્યોએ તેનો વિરોધ કર્યો. મોદી સરકારના ૧૨ વર્ષના શાસનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે તેમના દ્વારા રજૂ કરવામાં આવેલું કોઈ બિલ સંસદમાં હારી ગયું હોય. કોઈ પણ મોટા સુધારાને પોતાની રાજકીય ઇચ્છાશક્તિથી પસાર કરવાની તેમની છબી દાવ પર હતી.
વિશેષ સત્ર બોલાવીને સરકારે આ બિલ પર પૂરો દાવ લગાવ્યો હતો. આ હાર માત્ર નીતિગત નિષ્ફળતા નહોતી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પર સંપૂર્ણ નિયંત્રણ રાખતી સરકારની છબીમાં એક દુર્લભ તિરાડ હતી. આ બિલો આ સમયે જ કેમ લાવવામાં આવ્યાં? શું તે તમિલનાડુ અને બંગાળનાં મતદારોને પ્રભાવિત કરવા માટે હતું, જ્યાં આ મહિને જ મતદાન થવાનું છે? ૨૦૨૬નું મહિલા અનામત બિલ એક ‘બ્રિજ’ (સેતુ) તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી મહિલા અનામતની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય. ટેક્નિકલ રીતે આ બિલ ૨૦૨૩માં પસાર થઈ ગયું હોવા છતાં કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલું છે.
વિશેષ રીતે, આ બિલના ત્રણ મુખ્ય ઉદ્દેશો હતા:
૨૦૨૩ના મૂળ કાયદામાં જણાવાયું હતું કે, અનામતનો અમલ નવી વસતીગણતરી અને ત્યાર બાદ સીમાંકન(મત વિસ્તારોની નવેસરથી વહેંચણી) થયા પછી જ થશે. આ પ્રક્રિયાને કારણે તેનો અમલ ૨૦૩૪ સુધી લંબાય તેવી શક્યતા છે.આ બિલમાં ૨૦૨૯ના અમલીકરણ માટે ૨૦૧૧ની વસતી ગણતરીના ડેટાનો ઉપયોગ કરીને તાત્કાલિક સીમાંકન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ લોકસભાની સંખ્યા ૫૪૩થી વધારીને ૮૫૦ બેઠકો કરવાનો હતો. બેઠકો વધારવાથી પુરુષ સાંસદોની હાલની બેઠકો ઘટાડ્યા વગર મહિલાઓ માટે ૨૮૩ બેઠકો અનામત રાખી શકાત, જેથી રાજનીતિક વિરોધ ઓછો થાત. મતદારક્ષેત્રની સીમા નક્કી કરવાની પ્રક્રિયાને સીમાંકન તરીકે ઓળખવામાં આવે છે. મહિલા અનામતના અમલીકરણ માટે તે એક આવશ્યક પ્રક્રિયા છે.
આ યોજના મુજબ, તમામ રાજ્યોની બેઠકોમાં એકસમાન 50 ટકાનો વધારો થશે. આનાથી દક્ષિણનાં રાજ્યોના પ્રતિનિધિત્વને કોઈ નુકસાન નહીં થાય; ઊલટું, તેમનો કુલ હિસ્સો સ્થિર રહેશે. હાલમાં લોકસભામાં દક્ષિણનાં રાજ્યોનો હિસ્સો 23.76% છે, જે જો આ બિલ પસાર થયું હોત તો વધારો 23.87% જેટલો થયો હોત. ચર્ચા દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે મૌખિક ખાતરી આપી હતી કે, 816 સભ્યોની લોકસભામાં દક્ષિણનાં રાજ્યોની હાજરી તેમના વર્તમાન હિસ્સા જેટલી જ રહેશે. તેમણે તો ત્યાં સુધી પ્રસ્તાવ મૂક્યો હતો કે જો જરૂર જણાય તો ગૃહની કાર્યવાહી એક કલાક માટે રોકીને, બિલમાં ‘50% સમાન વધારા’નો સત્તાવાર સુધારો કરીને તેને ફરીથી તૈયાર કરી શકાય.
જો કે, વિપક્ષે આ વાત ફગાવી દીધી હતી. મુખ્ય પ્રશ્ન એ હતો કે: જો આશય હંમેશાં પ્રમાણસર વધારાનો જ હતો, તો બિલમાં તેનો ઉલ્લેખ કેમ નહોતો? રજૂ કરાયેલા બિલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે,બેઠકોનું સીમાંકન છેલ્લી વસતીગણતરી (અત્યારે 2011)ના આધારે થશે. બીજું એ કે, જ્યારે ૨૦૨૬-૨૭ની વસતીગણતરી હજી ચાલી રહી છે, ત્યારે વિવાદાસ્પદ બંધારણીય સુધારો પસાર કરવાની આટલી ઉતાવળ કેમ? વળી, મહિલા અનામત – જેના પર તમામ પક્ષોની સર્વસંમતિ છે – તેને આ રીતે સીમાંકન સાથે જોડવાનું કોઈ કારણ નહોતું. વિપક્ષે કહ્યું કે, આ અભિગમ શંકા વગર વિપક્ષને મૂંઝવવા અને વિભાજીત કરવાના હેતુથી લેવામાં આવ્યો હતો, જેણે સંસદીય પ્રક્રિયાની મજાક ઉડાવી હતી.
સરકારે દલીલ કરી હતી કે, અનામત લાગુ કરવા માટે બેઠકોનું સીમાંકન જરૂરી છે એમાં કોઈ શંકા નથી. તે એક વ્યાપક અને પરામર્શવાળી પ્રક્રિયા છે જેમાં લગભગ ૨ વર્ષનો સમય લાગે છે. તેથી, મહિલા અનામત લાગુ કરવા માટે જ સંસદમાં આ બિલો રજૂ કરવામાં આવ્યાં હતાં. પછી પ્રશ્ન એ થયો કે, જ્યારે તાત્કાલિક અમલીકરણ શક્ય નહોતું, તો પછી ૨૦૨૩માં મહિલા અનામત બિલ કેમ પસાર કરવામાં આવ્યું? ઘણાં લોકો દલીલ કરે છે કે,જો સરકારે માત્ર ધારાસભાઓમાં બેઠકોની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હોત અને એવી ખાતરી આપી હોત કે વધારાની બેઠકો સમાવવા માટે સીમાંકન માત્ર રાજ્યોની અંદર જ કરવામાં આવશે તો કદાચ વિપક્ષ અને દક્ષિણનાં રાજ્યો આ પગલા માટે સહમત થયાં હોત.
પરંતુ એ પણ સાચું છે કે, વર્ષોથી રાજકીય પક્ષો મહિલા અનામત અંગેની પોતાની પ્રતિબદ્ધતાઓ ટાળવા માટે બહાનાં શોધતાં રહ્યાં છે. આ વર્ષની હાર એ કોઈ એકલદોકલ ઘટના નથી; તે ૩૦ વર્ષના સંઘર્ષમાં લેટેસ્ટ આંચકો છે. ૧૯૯૬માં તેની રજૂઆત થઈ ત્યારથી, ૨૦૨૩માં આખરે કાયદો બનતાં પહેલાં મહિલા અનામત બિલ છ વખત નિષ્ફળ ગયું હતું. ચોક્કસપણે, તમામ પક્ષોના પુરુષ સાંસદોનો પણ છૂપો વિરોધ હતો, જેમને ૩૩ ટકા અનામતને કારણે થનારા મતવિસ્તારોના મોટા પાયે “રોટેશન” (ફેરબદલ)ને લીધે પોતાની બેઠકો ગુમાવવાનો ડર હતો.
૨૦૨૩ સુધી, એવી કોઈ ક્ષણ નહોતી જ્યારે શાસક પક્ષ અને મુખ્ય વિરોધ પક્ષો ટેક્નિકલ વિગતો પર એકમત હોય. એ વાત સ્પષ્ટ છે કે,આ બિલની હારનું મુખ્ય કારણ તેને નવી સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યું તે હતું. અંતે, વિપક્ષે એ વાત પર ભાર મૂક્યો હતો કે,મહિલા અનામત એ સમગ્ર સંસદીય માળખાને બદલી નાખવાનું સાધન હોવાને બદલે એક સ્વતંત્ર પ્રક્રિયા હોવી જોઈએ. તેમણે નોંધ્યું કે ૨૦૧૧ની વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરવાના પ્રસ્તાવથી વિશ્વાસ જાગ્યો નથી.
સુધારાની હાર છતાં, મૂળ ‘બંધારણ (૧૦૬મો સુધારો) અધિનિયમ, ૨૦૨૩’ હજુ પણ કાયદો છે. હવે હારી ગયેલા ૨૦૨૬ના સુધારા વિના, મહિલા અનામતનું અમલીકરણ મૂળ સમયરેખા પર પાછું જાય તેવી શક્યતા છે, જે નિષ્ણાતોના મતે ૨૦૩૪ની ચૂંટણી સુધી શક્ય ન પણ હોય. દરેક જણ કહે છે કે મહિલા અનામત એ એક શક્તિશાળી વિચાર છે જેનો સમય આવી ગયો છે,પરંતુ જ્યાં સુધી સરકાર અને વિપક્ષ એકબીજા પર ભરોસો કરશે નહીં ત્યાં સુધી તે હાંસલ કરી શકાશે નહીં..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.