Charchapatra

કોયલનો ટહુકો

મનુષ્ય પ્રકૃતિપ્રેમી છે અને કુદરતને માણવી એક અનેરો અનુભવ છે. હમણાં તો સવારમાં એટલે કે વહેલી સવારે કોયલનો ટહુકો સાંભળવા મળે છે. જો કે બિચારી કોયલને શું કહેવું? એ કોને કહેવા જાય? વાવાઝોડાએ આંબા પરના મોર પણ ખેરવી પાડ્યા, સાથે કેરીઓ પણ ઝુડાઈ ગઈ. ભરઉનાળે માવઠાં થયા કરે પછી ઝાડ પરનાં ફળ શી રીતે બચી શકે? છતાં કોયલરાણી તો ટહુક્યા જ કરે છે. ટહુકા કરવાનું કામ એ સારી રીતે જાણે છે અને એનો મીઠો ટહુકો આપણને સંભળાવી આપણી સવાર સૂરમયી બનાવી દે છે. કોયલના ટહુકા તમે ક્યારેક એકચિત્તે સાંભળ્યા છે? ન સાંભળ્યા હોય તો કોયલ જ્યારે ટહુકે ત્યારે ધ્યાન દઈને શાંતિથી આંખ બંધ કરીને સાંભળજો. ખૂબ મજા આવશે. ક્યારેક આપણા ઘર-આંગણાનાં પક્ષીઓ પણ આપણને આનંદ આપતાં હોય છે.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top