SURAT

સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ

JEE મેઈન્સ-2026ના પરિણામોમાં ફરી એકવાર સુરત શહેર એ પોતાની ઉત્તમ પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓએ ઊંચા પર્સેન્ટાઇલ સાથે શાનદાર સફળતા હાંસલ કરી છે, જે ગુણવત્તાસભર શિક્ષણ અને સઘન મહેનતનું જીવંત ઉદાહરણ બની છે. આ વર્ષે ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થી અણદાણી વ્રજે 99.866 પર્સેન્ટાઇલ મેળવી સુરતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભીંગરડિયા પલે 99.854 પર્સેન્ટાઇલ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે કણઝરીયા શ્રેયાંકે 99.809 પર્સેન્ટાઇલ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું

વિષયવાર પ્રદર્શનની વાત કરીએ તો ફિઝિક્સમાં વેકરિયા કિર્તન, પટેલ સત્ય અને સખિયા કૃણાલે 100 પર્સેન્ટાઇલ મેળવી અનોખી સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિઓ દર્શાવે છે કે આ માત્ર પરિણામ નહીં પરંતુ વિષયની ઊંડી સમજણ પર પણ ભાર મુકવામાં આવે છે. આંકડાઓ પર નજર કરીએ તો 39 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સેન્ટાઇલ, 81 વિદ્યાર્થીઓએ 98થી વધુ, 114 વિદ્યાર્થીઓએ 97થી વધુ અને કુલ 208 વિદ્યાર્થીઓએ 95થી વધુ પર્સેન્ટાઇલ મેળવી સંસ્થાની મજબૂત શૈક્ષણિક વ્યવસ્થાનો પરિચય આપ્યો છે.

આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની લગન અને માતા-પિતાનો વિશ્વાસ પણ મહત્વપૂર્ણ રહ્યો છે. તમામ સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. “મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી અસાધારણ પરિણામ શક્ય છે” આ સંદેશ સાથે સુરત શહેર એ ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ મજબૂત બનાવી છે.

Most Popular

To Top