વિશ્વ આજે ફરી એકવાર વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું છે. ઈરાન ઇઝરાઇલ અમેરિકા. રશિયા યુક્રેન પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. એમાં અમેરિકા ઇઝરાઇલ ઈરાન યુદ્ધ પર બધાની નજર છે. સરકાર તેલ પેટ્રોલનો પુરો જથ્થો ઉપલબ્ધ છે. એ વારંવાર જાહેરાત કરે છે. સરકારના ગૃહમંત્રી હર્ષસંઘવી પણ પુરતો સ્ટોક હોવાની વાત કરી છે. આપણે ઉતાવળમાં આપણે બે લીટર લીટર પેટ્રોલની જરૂર હોય તો પાંચ લીટર ગાડીમાં પુરી બીજું પાંચ લીટર કેરબામાં કેનમાં લેવા શા માટે દોટ મુકીએ છે?
આપણે આવી રીતે આપણે ના જોઈતું હોય અને આપણી પાસે ગાડીમાં પૂરું પેટ્રોલ હોવા છતાં બધા એક સાથે પેટ્રોલ ડીઝલ પુરાવવા લાઈનો લગાવીએ તો સ્વભાવિક છે કે સ્ટોક પુરો થઈ જાય અને જેમની ગાડીમાં જરા પણ પેટ્રોલ ના હોય એને પેટ્રોલ કઈ રીતે મળે? ભાઈઓ આ સમય ગભરાટમાં ઉતાવળમાં આવવાનો નથી. સંયમ ધીરજ અને સમજદારી દાખવવાનો છે. પ્રજા અને સરકાર બન્નેને એકબીજાને સાથ અને સહકાર આપવાનો છે. આપણે ખોટી દોડાદોડ કરીને ઉતાવળ કરીને આપણું જ કામ બગાડી રહ્યા છે. સરકાર અને પુરવઠાખાતુ હાલત પર બરાબર નજર રાખી રહ્યું છે .
આદરણીય વડાપ્રધાન મોદી પણ સતત પોતાનાથી બને એટલા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે. આપણે થોડી શાંતિ ધીરજ રાખીએ તો કદાચ આ સમસ્યા જલ્દી હલ થઈ જાય. પેટ્રોલ ડીઝલનો બિનજરૂરી વપરાશ બંધ કરીએ ટ્રાફિક સિગ્નલ પર સિગ્નલ બંધ હોય તે વખતે એક દોઢ મિનિટ લાખો વાહનો પોતાની ગાડીઓ બંધ કરી દે તો પણ આપણે આખા ભારતમાં મળીને લાખો લીટર પેટ્રોલ ડીઝલની બચત કરી શકીએ છે. ગાડીઓ સેરિંગમાં વાપરતા શીખીએ. ગલી શેરીના નાકે પાન માવા ચાહ પાણી પીવા ચાલતા જઈએ તો પણ ઘણી બધી રાહત થઈ શકે છે. આ સમય પણ ચાલ્યો જશે આપણી એકતા સંગઠન ભાઈચારો આપણને ચોક્કસ જીતાડશે
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.