28 માર્ચની આઈ.પી.એલ.ની શુકનવંતી શુભ શરૂઆત થઇ ગઇ છે. પ્રારંભની પ્રથમ મેચમાં જૂના જાણીતા હીરો વિરાટ કોહલીએ અને બીજી મેચમાં રોહિત શર્માએ શાનદાર રમત દ્વારા તરખાટ મચાવી દીધો. વિરાટ કોહલીએ પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા દ્વારા માત્ર 38 બોલમાં 69 રનની ઇનિંગ્સ થકી બેંગ્લોરવાસીઓનાં મન જીતી લીધાં. બીજી મેચમાં રોહિત શર્માએ છ ચોગ્ગા અને છ છગ્ગા દ્વારા માત્ર 38 બોલમાં 78 ની તોફાની ઇનિંગ્સ દ્વારા હૈદરાબાદની સામે શાનદાર જીત મેળવી મુંબઇવાસીઓનાં દિલ જીતી લીધાં. હજુ આજે પણ આ બંને ખેલાડીઓની આ ઉંમરે જરા પણ ચમકદમક ઓછી થઇ નથી.
અન્ય ખેલાડીએ આ બંને જાંબાઝ ખેલાડી પાસેથી શીખવા જેવું છે. ઉંમર સાથે કાંઇ નિસ્બત નથી. ફિટેનસ અને સખત મહેનતનો કોઇ વિકલ્પ નથી. ભારતવાસીઓ જ નહીં દુનિયાનાં લોકો તમારી જાનદાર રમત પર ફિદા છે. તુમ આગે બઢો. શુભ શરૂઆતનો અંત પણ શુભ આવશે એવી શુભેચ્છા. વેલ્ડન કોહલી, રોહિત શર્મા.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માણસ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે
નિષ્ફળતાનાં કારણો પોતે શોધતો નથી. પુરુષાર્થી જો પ્રામાણિક હોય તો નિસ્બત સાથ આપે જ છે. નસીબ જેવી કોઈ ચીજ જ નથી. પુરુષાર્થીને સંજોગો પણ આપોઆપ સાથ આપે છે. કદી રાહ જોશો નહિ. આપણે કયારેક આપણી સમક્ષ તકને સરી જતાં જોઈએ છીએ પણ તેઓને પારખવાની આપણામાં બુદ્ધિ નથી.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.