અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક ચોંકાવનારી ઘટનામાં પૂર્વ વ્હાઇટ હાઉસ સ્ટાફર Nation Wood સામે તેમની ગર્લફ્રેન્ડ Samantha Emgeના મોત મામલે involuntary manslaughterનો કેસ નોંધાયો છે. પોલીસ મુજબ, આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:43 વાગ્યે 22nd Avenue વિસ્તારમાં બની હતી.
અહેવાલ મુજબ, Woodએ અધિકારીઓને જણાવ્યું કે ગોળી “અકસ્મતે” ફાયર થઈ હતી અને બાથરૂમની દિવાલમાંથી પસાર થઈ Samantha Emgeને વાગી હતી, જ્યારે તે શાવરમાં હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કોર્ટમાં રજૂઆત દરમિયાન જજ દ્વારા Wood માટે $300,000ની જામીન રકમ નક્કી કરવામાં આવી હતી. પ્રોસિક્યુશન અનુસાર, ઘટનાસ્થળે માત્ર Samantha અને Nation Wood જ હાજર હતા અને બંને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
Samantha Emge કોણ હતી? : Samantha Emge સાન ફ્રાન્સિસ્કોની રહેવાસી હતી અને 2025માં San Francisco State Universityમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના LinkedIn પ્રોફાઇલ અનુસાર, તે Presidio Heights વિસ્તારમાં આવેલી Chantal Lamberto Interior Designમાં ડિઝાઇન આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી.
તેમના બાયો અનુસાર, તેમને ઇન્ટિરિયર ડિઝાઇન અને લોકોના જીવનને વધુ સુવિધાજનક બનાવતા સ્પેસિસ ડિઝાઇન કરવાનો વિશેષ શોખ હતો.
Nation Wood વિશે 5 મહત્વની વાતો : Nation Wood પોતાને LinkedIn પર independent pre-event site security adviser તરીકે દર્શાવે છે. તેઓ VIP હાજરીવાળા ઇવેન્ટ્સ માટે સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપતા હતા. તેઓ અગાઉ The White Houseની advance teamનો ભાગ રહ્યા હતા અને Secret Service સાથે કામ કરવાનો અનુભવ ધરાવતા હતા.
White Houseના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી હતી કે Wood, Joe Biden પ્રશાસનમાં કર્મચારી તરીકે જોડાયેલા હતા. તેમણે અગાઉ property manager તરીકે પણ કામ કર્યું હતું.
Nation Woodએ San Francisco State Universityમાંથી અભ્યાસ કર્યો હતો અને તે પહેલાં Saddleback Collegeમાં ભણ્યા હતા. હાલમાં તેમના સામે નોંધાયેલ involuntary manslaughterનો આરોપ દર્શાવે છે કે તપાસ એજન્સીઓ આ ઘટનાને ઇરાદાપૂર્વક નહીં પરંતુ બેદરકારીજન્ય ઘટના તરીકે જોઈ રહી છે. આ કેસ હવે અમેરિકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી પર સૌની નજર રહેશે.