ગાંધીનગર : સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી દરમ્યાન અફીણ અને અન્ય નશીલા પદાર્થોના મોટા જથ્થા સાથે અનેક આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. તા. 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ કુલ 568 લોકોને ડ્રગ્સ કારટેલમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.
સરકારના જણાવ્યા મુજબ અલથાણ, ખટોદરા, સારોલી, ગોડાદરા, પુણા અને કડોદરા વિસ્તારોમાંથી કુલ 16 કિલો 77 ગ્રામ 6 મિલિગ્રામ અફીણ પકડવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉધના, અલથાણ, પુણા, કાપોદ્રા, ખટોદરા, ઉમરા, ભેસ્તાન, સારોલી, કતારગામ, સરથાણા, સલાબતપુરા, સિંગણપોર, ગોડાદરા, સચિન, વરાછા, લિંબાયત, અમરોલી, ડીંડોલી, પાંડેસરા, ઇચ્છાપોર, મહિધરપુરા, સચિન જી.આઇ.ડી.સી., ઉત્રાણ, વેસુ, ડુમ્મસ, હજિરા, લસકાણા, પાલ, અડાજણ, ચોક બજાર, રાંદેર, અઠવા, અશ્વિનીકુમાર, લાલગેટ, જહાંગીરપુરા, કામરેજ, ઓલપાડ, કોસંબા, બારડોલી, પલસાણા અને કડોદરા વિસ્તારોમાંથી અન્ય નશીલા પદાર્થોનો 3146 કિલો 904 ગ્રામ 572 મિલિગ્રામ જેટલો જથ્થો તથા 2620 સીરપ બોટલો જપ્ત કરવામાં આવી છે.