Business

સત્ય હકીકત

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા તેમના તા.૨૦/૫/૨૦૨૧ના  કોમ્યુનિકેશન નંબર PMOPG/E/2021/0374799 જણાવાયા મુજબ પબ્લિક સેક્ટર બેંકો,સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સહિત દ્વારા પેન્શન ફંડમાંથી NPA ઘટાડવા દુરુપયોગ કરવામાં આવ્યો છે.આ સમાચારે બેન્ક્મેનોમાં આઘાતની લાગણી પંહોચાડી છે.ભૂતકાળમાં પેન્શન ટ્રસ્ટ ફંડના પૈસાનો દુરુપયોગ થયાના અનેક બનાવો ધ્યાનમાં આવ્યા છે અને તેની જાણ ઇંડિયન બેંક અસોસિએશન (IBA) તથા CAG ના ધ્યાનમાં જુદી જુદી પિટિશન દ્વારા લાવવામા આવી છે અને તે અંગે પેન્શન ટ્રસ્ટ ફંડનું વિગતે ઓડિટ કરવા જણાવવામાં આવ્યુ છે છતા તે અંગે હજુ સુધી કોઈ પગલા લેવામા આવ્યા નથી.

પેન્શન ટ્રસ્ટ ફંડ રિટાયર્ડ થતા બેંક કર્મચારીને ચૂકવવાના પૈસા તેમને ન ચૂકવીને પેન્શન ટ્રસ્ટ ફંડમાં ટ્રાન્સ્ફર કરીને ઊભું કરવામાં આવ્યુ છે અને તેની મુખ્ય શરત એ છે કે તેનો ઉપયોગ માત્ર પેન્શન ચૂકવવામાં જ કરવાનો તે સિવાય નહી.હવે અત્યારે જ્યારે PSB બેંકોના પેન્શનર સિવાય જ્યાં પણ પેન્શન મળે છે ત્યાં બધે પેન્શન અપડેશન થઈ ગયુ છે અને પેન્શન ટ્રસ્ટ ફંડમાં પૂરતાં પૈસા હોવા છતાં PSB ના પેન્સરોનુ પેન્શન અપડેશન થતું નથી. PSB ના પેન્શનરો સાથે આ દેખીતો હડહડતો અન્યાય છે પણ કોઈ કશું કરી શકતું નથી.

એક M C સિંઘલા દ્વારા આ બાબતમાં દાખલ થયેલા કેસમાં વર્ષોથી તારીખ જ પડ્યા કરે છે. એવુ લાગી રહ્યું છે કે લાગતાવળગતા સત્તાધીશો એક પણ પેન્શનર જીવતો ન રહે ત્યાં સુધી PSB ના પેન્શનરોને પેન્શન અપડેશન આપવા માંગતા નથી.આ એકદમ સત્ય હકીકત છે.PSB ના પેન્શનરોને જે પેન્શન આપવામાં આવે છે તે તેમની પાસેથી પૈસા લઈને ઊભા કરવામાં આવેલા પેન્શન ફંડ ટ્રસ્ટમાંથી આપવામા આવે છે તેમા કોઈપણ બેંકનો એક પૈસો પણ ખર્ચાતો નથી છતાં આ પરિસ્થિત છે. મેરા ભારત મહાન.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top