Benjamin Netanyahuનો મોટો દાવો, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ મોટો દાવો કર્યો છે. તેમના મુજબ તાજેતરમાં ઇઝરાયલ દ્વારા કરાયેલા હવાઈ હુમલાઓમાં ઈરાનના એક ટોચના પરમાણુ વૈજ્ઞાનિકનું મોત થયું છે, જ્યારે અન્ય કેટલાક વૈજ્ઞાનિકોને પણ ગંભીર ઇજા પહોંચી છે. આ નિવેદન બાદ પ્રદેશમાં રાજકીય અને સૈન્ય તણાવ વધુ વધી ગયો છે

ગુરુવાર રાત્રે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નેટન્યાહૂએ જણાવ્યું હતું કે છેલ્લા લગભગ બે અઠવાડિયામાં અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓએ ઈરાનની સત્તા અને સુરક્ષા વ્યવસ્થાને ભારે ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ હુમલાઓ ખાસ કરીને ઈરાનની શક્તિશાળી સંસ્થા Islamic Revolutionary Guard Corps અને તેને ટેકો આપતી પેરામિલિટરી ફોર્સ Basijને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. આ બંને સંગઠનો ઈરાનમાં સરકારની સત્તા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
નેટન્યાહૂએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈરાનના નવા સર્વોચ્ચ નેતા Mojtaba Khamenei પર પણ કટુ ટિપ્પણી કરી. તેમણે ખામેનેઈને “રેવોલ્યુશનરી ગાર્ડ્સનો કઠપૂતળી નેતા” ગણાવતા કહ્યું કે તેઓ જાહેરમાં ખુલ્લેઆમ દેખાઈ શકતા નથી. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેના રાજકીય વિવાદ વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ઇઝરાયલી વડાપ્રધાને ઈરાનની જનતાને સંબોધતા કહ્યું કે હવે “સ્વતંત્રતા તરફનો નવો માર્ગ” નજીક આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઇઝરાયલ ઈરાનની સામાન્ય જનતાની સાથે છે, પરંતુ અંતિમ નિર્ણય તેમના હાથમાં છે. નેટન્યાહૂએ સંકેત આપ્યો કે ઇઝરાયલ હજુ પણ ઈરાનના ટોચના નેતાઓને નિશાન બનાવી શકે છે, જોકે તેમણે ભવિષ્યની સૈન્ય કાર્યવાહી અંગે ચોક્કસ માહિતી આપવાનું ટાળ્યું. વધુમાં તેમણે કહ્યું, “હું કોઈ પણ આતંકવાદી સંગઠનના નેતાઓને જીવન વીમા આપવાનો નથી
વિશ્લેષકોના મતે, જો આ પ્રકારના હુમલા અને જવાબી કાર્યવાહી ચાલુ રહેશે તો મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે અને તેની અસર વૈશ્વિક રાજકારણ તેમજ તેલ બજારો પર પણ પડી શકે છે